કૂકીની નીતિ
બ્રાઉઝર કૂકી એ ડેટાનો એક નાનો ભાગ હોય છે જેને વેબસાઇટ અને મોબાઇલ એપને તમારા વિશેની બાબતો યાદ રાખવામાં મદદરૂપ થવા માટે તમારા ડિવાઇસ પર સંગ્રહિત કરવામાં આવે છે. સમાન ઉદ્દેશો માટે વેબ બીકન્સ, વેબ સ્ટોરેજ અને તમારા ડિવાઇસ સાથે સંકળાયેલા ઓળખકર્તાઓ સહિત અન્ય ટેકનૉલૉજીઓનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આ નીતિમાં, આવી બધી ટેક્નોલોજીઓનો સંદર્ભ આપવા માટે અમે તેને "કૂકીઝ" કહીએ છીએ.
અમારી ગોપનીયતા નીતિ વર્ણવે છે કે જ્યારે તમે Snapchat અને Snap Inc.ની કેટલીક અન્ય સેવાઓનો ઉપયોગ કરો ત્યારે અમે તમારા વિશેની માહિતીને કેવી રીતે એકત્રિત અને ઉપયોગ કરીએ છીએ. આ નીતિ એ અંગે વધુ વર્ણવે છે કે કેવી રીતે અમે કૂકીઝ અને તમારી સંબંધિત પસંદગીઓનો ઉપયોગ કરીએ છીએ.
ઓનલાઇન સેવાઓ પૂરી પાડતા મોટભાગના પ્રદાતાઓની જેમ Snap Inc. અલગ-અલગ કારણોસર ત્રીજા પક્ષની કૂકીઝ સહિતની કૂકીઝનો ઉપયોગ કરે છે, જેમ કે તમારા Snapchat ડેટા અને એકાઉન્ટની સુરક્ષા કરવા, કઈસુવિધાઓ સૌથી વધુ લોકપ્રિય છે તે જોવામાં અમને મદદ કરવા, કોઇ પેજના મુલાકાતીઓની ગણતરી કરવા, અમે મોકલીએ છીએ તે વેબસામગ્રી તથા ઈમેઇલ વિશે તમે શું અનુભવો છો તે સમજવા માટે, અમારા વપરાશકર્તાઓના અનુભવમાં સુધારો કરવા, અમારી સેવાઓને સુરક્ષિત રાખવા, સંબંધિત જાહેરાતો પૂરી પાડવા અને સામાન્ય રીતે તમને એક વધુ સારો, સાહજિક અને સંતોષકારક અનુભવ પૂરો પાડવા. અમારા દ્વારા ઉપયોગ લેવામાં આવતી કૂકીઝ સામાન્ય રીતે નીચેનામાંની એક કેટેગરીમાં આવે છે.
અમારા કૂકી માહિતી પૃષ્ઠ પર, તમે જોઈ શકો છો કે અમે અમારી સાઇટ્સ પર કઈ કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ, કયા હેતુ(ઓ) માટે અને કેટલા સમય માટે. અમારી કેટલીક સાઇટ્સ પર, અમે સેટ કરેલી કૂકીઝ અને કેટલા સમય માટે તે તમે અમારી સાઇટ્સ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરો તે સમયે તમારા સ્થાન પર આધાર રાખે છે.
કૂકીઝની શ્રેણી
અમે શા માટે આ કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ
જરૂરી
"આવશ્યક" કૂકીઝ તરીકે પણ જાણીતી છે. અમે અમારી સાઇટને કાર્યરત રાખવા અને સલામતી પરનાં જોખમો ઓળખવા અને અટકાવવા માટે આ કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ.
ઉદાહરણ તરીકે, અમે આ કૂકીઝનો ઉપયોગ તમારા સત્રની માહિતીને સંગ્રહિત કરવા માટે કરી શકીએ છીએ જેથી અન્ય લોકોને તમારા વપરાશકર્તાનામ અને પાસવર્ડ વિના તમારો પાસવર્ડ બદલવાથી અથવા તમારી કૂકી પસંદગીઓને યાદ રાખવાથી અટકાવી શકાય.
અમારી કેટલીક સાઇટ્સ પર અને અમુક અધિકારક્ષેત્રોમાં, તમે એક જ બ્રાઉઝિંગ સત્ર દરમિયાન અમારી સાઇટનો ઉપયોગ કેવી રીતે કરો છો તે સમજવા માટે અમે ચોક્કસ સત્ર કૂકીઝનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. આ ચોક્કસ સત્ર કૂકીઝ ઝડપથી સમાપ્ત થાય છે — વધુમાં વધુ 24 કલાક પછી — અને તેમની સાથે સંકળાયેલ કોઈપણ ડેટા તે સમયે અનામી બની જાય છે. કારણ કે તેઓ આવશ્યક છે, તમે વેબસાઇટને ઍક્સેસ કરો છો ત્યારથી તેઓ સક્રિય થઈ શકે છે. જો કે, જો તમે ઈચ્છો, તો તમે તેમને અક્ષમ કરી શકો છો — નીચે "તમારી પસંદગીઓ" વિભાગ જુઓ.
Preferences
તમારાં સેટિંગ અને પસંદગીઓ યાદ રાખવા અને અમારી સાઇટ પર તમારા અનુભવને સુધારવા માટે અમે આ કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ.
દાખલા તરીકે, તમારી ભાષાની પસંદગીઓ યાદ રાખવા માટે અમે આ કૂકીઝનો ઉપયોગ કરી શકીએ છીએ.
કાર્યપ્રદર્શન અને વિશ્લેષણ
તમે અમારી સાઇટનો કેવી રીતે ઉપયોગ કરો છો તેના વિશે માહિતી એકત્ર કરવા, સાઇટના દેખાવ પર નજર રાખવા અને અમારી સાઇટના દેખાવ, અમારી સેવાઓ અને તમારા અનુભવને સુધારવા માટે અમે આ કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ.
દાખલા તરીકે, અમારા વપરાશકર્તાઓમાં કયાં વિશેષતાઓ સૌથી વધુ લોકપ્રિય છે તેના વિશે વધુ જાણવા માટે અને કયાં થોડા સુધારાઓની જરૂર છે તે વિશે જાણવા માટે અમે આ કૂકીઝનો ઉપયોગ કરી શકીએ છીએ.
Marketing
અમે આ કૂકીઝનો ઉપયોગ જાહેરાતો વિતરિત કરવા, તેમને ગ્રાહકો માટે વધુ સુસંગત અને અર્થપૂર્ણ બનાવવા અને અમારી જાહેરાત ઝુંબેશની કાર્યક્ષમતાને ટ્રૅક કરવા માટે કરીએ છીએ, અમારી સેવાઓ અને અન્ય વેબસાઇટ્સ અથવા મોબાઇલ એપ્લિકેશન્સ બંને પર. અમારા તૃતીય-પક્ષીય જાહેરાતના ભાગીદારો તમને રસ પડે એવી પ્રોફાઇલ બનાવવા અને અન્ય સાઇટો પર સંબંધિત જાહેરાતો આપવા માટે આ કૂકીઝનો ઉપયોગ કરી શકે છે.
અમારી સેવાઓ પરની કૂકીઝનો ઉપયોગ અમે અન્ય કંપનીઓને કરવા દઈ શકીએ છીએ. આ કંપનીઓ, તમે સમય જતાં અમારી સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરો છો તે વિશેની માહિતી એકત્રિત કરી શકે છે અને તેને અન્ય સેવાઓ અને કંપનીઓની સમાન માહિતી સાથે જોડી શકે છે. આ માહિતીનો ઉપયોગ અન્ય બાબતોની સાથે-સાથે ડેટાના વિશ્લેષણ અને ટ્રેક કરવા, અમુક માહિતીની લોકપ્રિયતા નક્કી કરવા અને તમારી ઓનલાઇન પ્રવૃત્તિને વધુ સારી રીતે સમજવા માટે થઈ શકે છે.
તે ઉપરાંત, અમારી પેટાકંપનીઓ સહિતની કેટલીક કંપનીઓ અમારી સેવાઓ પરથી એકત્રિત કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ છેતરપિંડી અથવા અન્ય અનધિકૃત કે ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે અને અમારા અથવા અન્ય કંપનીઓ વતિ ત્રીજા પક્ષની વેબસાઇટ અને એપ સહિતની જાહેરાતોના પ્રદર્શનને આંકવા અને ઑપ્ટિમાઇઝ કરવા તેમજ વધુ સુસંગત જાહેરાતો આપવા માટે થઈ શકે છે. રૂચિ આધારિત જાહેરાતો વિશે વધુ માહિતી મેળવવા અને તમારા માટે ઉપલબ્ધ પસંદગીઓ જાણવા માટે અહીં જાવ.
અમારા દ્વારા પૂરી પાડવામાં આવેલ કૂકીઝનો ઉપયોગ કરતી ત્રીજા પક્ષની સેવાઓ પરની તમારી પ્રવૃત્તિ વિશે અમે માહિતી એકત્રિત કરી શકીએ છીએ. અમે આ માહિતીનો ઉપયોગ અમારી જાહેરાત સંબંધી સેવાઓ સુધારવા માટે કરીએ છીએ, જેમાં જાહેરાતોના પ્રદર્શનને આંકવું અને તમને વધુ સુસંગત જાહેરાતો બતાવવી સામેલ છે. Snapchat જાહેરાત અને તમે જુઓ તેવી જાહેરાતો પસંદ કરવા માટે ઉપયોગ થતી માહિતીને કેવી રીતે નિયંત્રિત કરી શકો છો તે જાણવા માટે અમારી જાહેરાતની પ્રાથમિકતાના પેજની મુલાકાત લો.
અમે તમને અમારી સાઇટ્સ પર ઉપલબ્ધ કરીએ છીએ તે સેટિંગ્સ ઉપરાંત તમે તમારા બ્રાઉઝર અથવા ઉપકરણ પર તમારી કૂકી સેટિંગ્સને સમાયોજિત કરી શકશો. તમારા માટે ઉપલબ્ધ હોઈ શકે તેવા દરેક વિકલ્પો પર વધુ માહિતી માટે નીચે જુઓ.
તમારું બ્રાઉઝર તમને અમુક અથવા બધી જ બિન-આવશ્યક બ્રાઉઝર કૂકીઝને નકારવાનો વિકલ્પ પૂરો પાડી શકે છે. તમે પણ તમારા બ્રાઉઝરમાંથી કૂકીઝ દૂર કરી શકો છો. બ્રાઉઝર કૂકીઝનું સંચાલન કેવી રીતે કરવું તે વિશે વધુ માહિતી મેળવવા માટે, કૃપા કરીને તમારા બ્રાઉઝર દ્વારા પૂરી પાડવામાં આવતી સૂચનાઓને અનુસરો.
તમારી ઉપકરણ ઑપરેટિંગ સિસ્ટમ તમને રુચિ-આધારિત જાહેરાતો માટે ઉપયોગમાં લેવાતા ચોક્કસ ઉપકરણ ઓળખકર્તાઓ રાખવાથી નાપસંદ કરી શકે છે. તમારે તમારા મોબાઈલ ડિવાઇસના ઉત્પાદક દ્વારા પૂરી પાડવામાં આવેલી સૂચનાઓનો સંદર્ભ લેવો જોઇએ; આ માહિતી સામાન્યતઃ તમારા મોબાઈલ ડિવાઇસના “સેટિંગ્ઝ” ફંક્શન હેઠળ ઉપલબ્ધ હોય છે.
અને સ્વાભાવિક છે કે, જો તમારું મોબાઇલ ડિવાઇસ અનઇન્સ્ટોલ કરવાની પ્રક્રિયા ઓફર કરતું હોય તો તમે Snapchat એપ અનઇન્સ્ટોલ કરીને અમને હંમેશાં એપ દ્વારા માહિતી એકત્ર કરતાં અટકાવી શકો છો.
તમે અમારી સાઇટ્સ પર તમારી સેટિંગ્સને સમાયોજિત કરીને કઈ કૂકીઝ સેટ કરી શકાય તે પણ કસ્ટમાઇઝ કરી શકો છો. અમારી સાઇટ્સ પર કૂકી મેનૂ જુઓ જે તમને આમ કરવાની મંજૂરી આપશે:
Snapfoundation.org કૂકી સેટિંગ્ઝ