ગોપનીયતા નીતિ
અસરકારક: 30 સપ્ટેમ્બર, 2021
Snap Inc. એક કૅમેરા કંંપની છે. અમારી પ્રોડક્ટ્સ અને સેવાઓ - Snapchat, Bitmoji, સ્પેકટેકલ્સ, જાહેરાતો અને અન્યનો સમાવેશ થાય છે જે આ ગોપનીયતા નીતિ સાથે જોડાયેલા છે - જે તમારી જાતને અભિવ્યક્ત કરવા, ક્ષણમાં જીવવા, દુનિયા વિશે શીખવા અને સાથે મળીને મજા કરવા માટે ઝડપી અને આનંદદાયક વિકલ્પો પૂરા પાડે છે!
જ્યારે તમે આ સેવાઓનો ઉપયોગ કરો છો, ત્યારે તમે અમને કેટલીક આપો છો. તેથી અમે જે માહિતી ભેગી કરીએ છીએ તેના વિશે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે કેવી રીતે તેનો ઉપયોગ કરીએ છીએ, કોની સાથે અમે તે શેર કરીએ છે અને તમારી માહિતીને એક્સેસ કરવા, અપડેટ કરવા અને ડિલિટ કરવા માટે તમને અધિકાર આપીએ છીએ.
આ કારણે જ અમે આ ગોપનિયતા નીતિ લખી છે. અને તેથી જ અમે તેને એ રીતે લખવાનો પ્રયત્ન કર્યો છે કે સમજવામાં સરળ રહે અને કાયદાઓના ગુંચવાડાથી દૂર રાખી છે જે સામાન્ય રીતે આવી નીતિઓના દસ્તાવેજોમાં ભરેલા હોય છે. તેમ છતાં જો તમને અમારી ગોપનીયતા નીતિ અંગે કોઈ પ્રશ્ન હોય તો સીધો અમારો ચોક્કસપણે સંપર્ક કરો.
તમારે અમારી સંપૂર્ણ ગોપનીયતા નીતિ વાંચવી જોઈએ, પરંતુ જ્યારે તમારી પાસે માત્ર થોડી મિનિટો જ હોય અથવા પાછળથી કંઈક યાદ કરવા માગતા હોવ ત્યારે હંમેશાં અહીંથી સાર જોઈ શકો છો - જેથી તમે માત્ર થોડી મિનિટોમાં જ કેટલીક મૂળભૂત બાબતોની સમીક્ષા કરી શકો.
અમે એકત્રિત કરેલી માહિતીની ત્રણ મૂળભૂત શ્રેણીઓ છે:
માહિતી જે તમે પ્રદાન કરશો.
જ્યારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે અમને જે માહિતી મળે છે.
માહિતી જે અમે ત્રીજા પક્ષ પાસેથી મેળવીએ છીએ.
આ પૈકીની દરેક શ્રેણી વિશે થોડી વધારાની માહિતી અહીં આપી છે.
જ્યારે તમે અમારી સેવાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરો છો, ત્યારે અમે તમારી દ્વારા અમને પૂરી પાડવામાં આવેલ માહિતીને એકત્રિત કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમારી મોટા ભાગની સેવાઓ નો ઉપયોગ કારવા માટે તમારે Snapchat ખાતુ સેટ કરવું આવશ્યક છે, તેથી અમારે તમારા વિશે અમૂક અગત્યની જાણકારીઓ જેમ કે તમારું નામ, તમારી અટક, પાસવર્ડ, ઇ-મેલ એડ્રેસ, ફોન નંબર અને તમારા જન્મની તારીખ વગેરે ભેગી કરવી આવશ્યક છે. અમે તમને અમૂક વધારા ની માહિતીઓ પૂરી પાડવા માટે પણ કહી શકીએ છીએ જે અમારી સેવાઓ પર સાર્વજનિક રૂપથી દૃશ્ય હશે, જેમ કે એક પ્રોફાઇલ ફોટો અથવા Bitmoji અવતાર. અન્ય સેવાઓ, જેમ કે વાણિજ્ય ઉત્પાદનો, વગેરે માટે તમારે અમને ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ નંબર અને તેની સાથે સંકળાયેલા અકાઉન્ટની માહિતી પૂરી પાડવી પડી શકે છે.
અવશ્ય, તમે અમારી સેવાઓના માધ્યમથી મોકલેલી બધી માહિતીઓ, જેમ કે Snaps અને ચૅટ્સ વગેરે પણ અમને પૂરી પાડશો. હમેશાં એ વસ્તુને ધ્યાનમાં રાખવી કે ઉપભોક્તા જે તમારી Snap, ચૅટ્સ અને અન્ય બીજી કોઈ સામગ્રી જોવે છે તે આ સામગ્રીને કાયમ સંગ્રહિત કરી શકે છે અથવા તેને ઍપ્લિકેશનની બહાર નકલ પણ કરી શકે છે. તેથી જે સામાન્ય વિવેકબુદ્ધિ ઇન્ટરનેટને લાગુ પાડે છે, એ જ સામાન્ય વિવેકબુદ્ધિ મોટાપાયે Snapchat ને પણ લાગુ પડે છે: એવી સામગ્રી અથવા મેસેજ ક્યારેય ના મોકલો જે તમે નથી માંગતા કે કોઈ સંગ્રહિત અથવા શેર કરે.
જ્યારે તમે ગ્રાહક સહાયતાનો સંપર્ક કરો છો અથવા અમારી સાથે અન્ય કોઈ પણ પ્રકારે સંવાદ કરો છો, ત્યારે તમે સ્વેચ્છાએ આપો તેવી કોઈ પણ માહિતી અથવા તમારા પ્રશ્ન ના નિરાકરણ માટે અમને ઉપયોગમાં લાગતી કોઈ પણ જરૂરી માહિતી અમે એકત્ર કરીશું.
જ્યારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે કઈ સેવાઓનો ઉપયોગ કરો છો અને કેવી રીતે કરો છો તેની માહિતી અમે એકઠી કરીએ છીએ. દાખલા તરીકે, અમને જાણ હોઈ શકે છે કે તમે એક ચોક્કસ વાર્તા જોઈ, અમુક ચોક્કસ સમય ગાળા માટે એક ચોક્કસ જાહેરાત જોઈ અને કેટલાક Snaps મોકલ્યા. જ્યારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે અમે જે માહિતી એકઠી કરીએ છીએ તેનો સંપૂર્ણ ખુલાસો અહીં આપવામાં આવ્યો છેઃ
વપરાશ માહિતી. અમે અમારી સેવાઓ મારફતે તમારી પ્રવૃત્તિ વિશે માહિતી એકઠી કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે એવી માહિતી એકઠી કરી શકીએઃ
તમે અમારી સેવાઓ સાથે કેવી રીતે ક્રિયા-પ્રતિક્રિયા કરો છો, જેમ કે તમે કયા ફિલ્ટર્સ જુઓ છો અથવા Snaps માટે એપ્લાય કરો છો, શોધમાં તમે કઈ સ્ટોરી જુઓ છો, તમે સ્પેક્ટેકલ્સનો ઉપયોગ કરો છો કે નહિ અથવા તમે શોધવા માટે કયા પ્રશ્નો દાખલ કરો છો.
તમે અન્ય Snapchat ના ઉપયોગકર્તાઓ સાથે કેવી રીતે સંવાદ કરો છો, જેમ કે તેમનાં નામો, તમારા સંવાદોના સમય અને તારીખ, તમે તમારા મિત્રો સાથે આદાનપ્રદાન કરેલા સંદેશાઓની સંખ્યા, તમે સૌથી વધારે કયા મિત્રો સાથે સંદેશાઓની આપલે કરો છો અને સંદેશાઓ સાથેના તમારા આદાનપ્રદાન (જેમ કે ક્યારે તમે સંદેશો ખોલો છો અથવા સ્ક્રીનશોટ લો છો).
સામગ્રી માહિતી. અમારી સેવાઓ પર તમે બનાવેલી સામગ્રી એકઠી કરીએ છીએ, જેમ કે કસ્ટમ સ્ટિકર્સ, અને તમે જે સામગ્રી બનાવો છો અથવા પૂરી પાડો છો તેની માહિતી, જેમ કે પ્રાપ્તકર્તાએ સામગ્રી અને મેટાડેટાને જોયા છે કે જે સામગ્રી સાથે પૂરો પાડવામાં આવે છે.
ડિવાઇસ માહિતી અમે તમે વાપરો છો તે ડિવાઇસમાંથી અને તેના વિશે માહિતી એકઠી કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે ભેગું કરીએ છીએઃ
તમારા હાર્ડવેર અને સોફ્ટવૅર વિશેની માહિતી, જેમ કે હાર્ડવેર મોડલ, ઑપરેટિંગ સિસ્ટમ વર્ઝન, ડિવાઇસ મૅમરી, જાહેરાતની ઓળખકર્તા બાબતો, અનન્ય ઍપ્લિકેશન આઇડેન્ટિફાયર, ઇન્સ્ટૉલ કરેલી ઍપ્સ, અનન્ય ડિવાઇસ ઓળખકર્તા બાબતો, બ્રાઉઝરનો પ્રકાર, ઇન્સ્ટૉલ કરેલા કિ-બૉર્ડ ભાષા, બેટરીનું સ્તર, અને ટાઇમ ઝોન;
ડિવાઇસ સેન્સરમાંથી માહિતી ભેગી કરીએ છીએ, જેમ કે ઍક્સેલરોમીટર, ગાયરોસ્કૉપ, કમ્પાસ, માઇક્રોફોનમાંથી મળતી માહિતી અને તમે હેડફોન જોડેલા છે કે નહિ; અને
તમારાં વાયરલેસ અને મોબાઇલ નેટવર્ક જોડાણો વિશેની માહિતી, જેમ કે મોબાઇલ ફોન નંબર, સર્વિસ પ્રોવાઇડર, IP ઍડ્રેસ, અને સિગ્નલની મજબૂતાઈ.
ડિવાઇસ ફોનબુક. Snapchat મિત્રો સાથે વાતચીત કરવા વિશે છે, તેથી અમે તમારી પરવાનગી સાથે તમારા ડિવાઇસની ફોનબુકમાંથી માહિતી એકઠી કરી શકીએ છીએ.
કૅમેરા અને ફોટો. અમારી ઘણી સેવાઓ માટે અમને તમારા ડિવાઇસના કૅમેરા અને ફોટોમાંથી તસવીરો અને અન્ય માહિતી એકઠી કરવાની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે, જ્યાં સુધી અમે તમારા કૅમેરા અથવા ફોટોને ઍક્સેસ ન કરી શકીએ ત્યાં સુધી તમે Snaps મોકલી શકશો નહિ અથવા તમારા કૅમેરા રોલમાંથી ફોટા અપલોડ કરી શકશો નહિ.
લૉકેશન માહિતી. તમે જ્યારે અમારી સેવાનો ઉપયોગ કરો છો ત્યારે અમે તમારા સ્થાન અંગે માહિતી એકઠી કરી શકીએ છે. તમારી પરવાનગી સાથે, અમે જીપીએસ, વાયરલેસ નેટવર્ક, સેલ ટાવર્સ, વાઇ-ફાઇ ઍક્સેસ પૉઇન્ટ્સ અને અન્ય સૅન્સર્સ જેવા કે જિરોસ્કૉપ, ઍક્સેલેરોમીટર અને કમ્પાસીસનો ઉપયોગ કરીને તમારા ચોક્કસ સ્થાન વિશે માહિતી એકઠી કરી શકીએ છીએ.
કુકીઝ અને અન્ય ટેકનૉલૉજી દ્વારા એકત્રિત થતી માહિતી. મોટા ભાગની ઑનલાઇન સેવાઓ અને મોબાઇલ ઍપ્લિકેશન્સની જેમ, અમે તમારી પ્રવૃત્તિ, બ્રાઉઝર અને ડિવાઇસ વિશે માહિતી એકઠી કરવા માટે વેબ બીકન્સ, વેબ સ્ટૉરેજ અને યુનિક ઍડવર્ટાઇઝિંગ આઇડેન્ટિફાયર્સ જેવી કૂકીઝ અને અન્ય ટેકનૉલૉજીનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે તમે અમારા ભાગીદાર મારફતે આપવામાં આવતી સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે પણ અમે માહિતી એકઠી કરવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે જાહેરાત અને વાણિજ્ય સુવિધાઓ. ઉદાહરણ તરીકે, અમે તમને વધુ સંલગ્ન જાહેરાત દર્શાવવા માટે બીજી વેબસાઇટ્સ પર એકઠી કરવામાં આવેલી માહિતોનો ઉપયોગ કરી શકીએ છીએ. મોટા ભાગના વેબ બ્રાઉઝરને મૂળભૂત રીતે કૂકીઝ સ્વીકારવા માટે સેટ કરવામાં આવ્યા હોય છે. જો તમે ઇચ્છો તો, તમે સામાન્ય રીતે તમારા બ્રાઉઝર અથવા ડિવાઇસના સેટિંગ્સ મારફતે બ્રાઉઝર કૂકીઝને દૂર કરી શકો છો અથવા નકારી શકો છો. . જોકે, એ ધ્યાનમાં રાખો કે કૂકીઝને દૂર કરવી અથવા નકારવાથી અમારી સેવાઓની ઉપલબ્ધતા અને કાર્યક્ષમતા પર અસર પડી શકે છે. અમે અને આમારા સહયોગીઓ અમારી સેવાઓ અને તમારી પસંદગીઓ પર કૂકીઝનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તે વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને અમારી કુકી પોલિસી જુઓ.
લૉગ માહિતી. તમે જ્યારે અમારી વેબસાઇટનો ઉપયોગ કરો છો ત્યાર અમે લોગ માહિતી પમ એકઠી કરીએ છીએ, જેવી કેઃ
તમે અમારી સેવાઓનો કેવી રીતે ઉપયોગ કર્યો છે તે વિશેની વિગતો;
ડિવાઇસની માહિતી, જેમ કે તમારા વેબ બ્રાઉઝરનો પ્રકાર અને ભાષા;
ઍક્સેસના સમય;
જોયેલા પેજીસ;
IP ઍડ્રેસ;
કૂકીઝ અથવા અન્ય ટેકનૉલૉજી સાથે સંબંધિત ઓળખકર્તા કે જે તમારા ડિવાઇસ અથવા બ્રાઉઝરની વિશિષ્ટ રીતે ઓળખ કરી શકે છે; અને
અમારી વેબસાઇટ પર આવતાં પહેલાં અને પછી તમે કેટલા પેજીસ જોયા.
અમે અન્ય વપરાશકર્તાઓ, અમારા સહયોગીઓ, અને તૃતીય પક્ષો તરફથી તમારા વિશે માહિતી એકઠી કરી શકીએ છીએ. અહીં થોડા ઉદાહરણ છે.
જો તમે અન્ય સેવા સાથે તમારા Snapchat અકાઉન્ટને લિંક કરો (જેમ કે Bitmoji અથવા તૃતીય પક્ષોની ઍપ) તો અમે અન્ય સેવાઓ પાસેથી માહિતી મેળવી શકીએ છીએ, જેમ કે તમે તે સેવાનો કેવી રીતે ઉપયોગ કરો છો.
જાહેરાતકર્તાઓ, એપ્લિકેશન વિકાસકર્તાઓ, પ્રકાશકો અને અન્ય તૃતીય પક્ષો પણ અમારી સાથે માહિતી શેર કરી શકે છે. જાહેરાતની કામગીરી લક્ષ્યાંકિત કરવા અથવા માપવામાં મદદ કરવા અમે આ માહિતીનો ઉપયોગ અન્ય રીતે કરી શકીએ છીએ. અમારા સહાયક કેન્દ્રમાં આ પ્રકારના તૃતીય-પક્ષ ડેટાના ઉપયોગ વિશે તમે વધુ જાણી શકો છો.
જો અન્ય વપરાશકર્તા તેમની સંપર્કસૂચિ અપલોડ કરે તો અમે તમારા વિશે એકત્ર કરેલી અન્ય માહિતી સાથે તે વપરાશકર્તાની સંપર્કસૂચિમાંથી મળેલી માહિતીને જોડી શકીએ છીએ.
અમે જે માહિતી સંગ્રહ કરીએ છીએ તેનું શું કરીએ છીએ? વિગતવાર જવાબ માટે અહીં જાવ. ટૂંકો જવાબ છે: તમને એક અદ્ભુત ઉત્પાદન અને સેવાઓ પૂરી પાડી રહ્યા છીએ, જેમાં અમે સતત સુધારો કરીએ છીએ. અહીં એ રસ્તા છે જે અમે કરીએ છેઃ
અમારી પ્રોડક્ટ્સ અને સેવાઓને વિકસાવવી, સંચાલન કરવું, સુધારવી, આપવી, જાળવવી અને સુરક્ષિત કરવી.
તમને સંદેશા મોકલવા, જેમાં ઇમેઇલ પણ સામેલ છે. ઉદાહરણ તરીકે, અમે પૂછપરછને ટેકો આપવા અથવા અમારા ઉત્પાદનો, સેવાઓ અને પ્રમોશનલ ઓફર્સ જેમાં તમને રસ પડશે તેવું લાગતા એ વિશે માહિતી પહોંચાડવા માટે ઇમેઇલનો ઉપયોગ કરી શકીએ છીએ.
વલણો અને વપરાશ પર નજર રાખવી અને વિશ્લેષણ કરવું.
અમારી સેવાઓને વ્યક્તિગત બનાવવા, સિવાયની બાબતો, જેમ કે મિત્રોનું સૂચન, વ્યક્તિગત માહિતી અથવા સ્ટિકર, Snapchat પર એકબીજાને શોધવામાં સ્નેપચેટ્ટરને મદદ કરવા, સહયોગી અને તૃતીય-પક્ષીય ઍપ્સ તથા સેવાઓ, અથવા તમને દેખાડવામાં આવતી સામગ્રીને વધુ વ્યક્તિગત બનાવવા, જેમાં જાહેરાતોનો પણ સમાવેશ થાય છે.
તમારા અનુભવને પ્રાસંગિક બનાવવા અન્ય બાબતો ઉપરાંત, તમારા સ્થાનની ચોક્કસ માહિતીનો ઉપયોગ કરીને (જો, અલબત્ત, તમે તે માહિતી એકત્ર કરવાની પરવાનગી આપી હોય તો) અને સામગ્રીના આધારે અન્ય લેબલ લગાવીને, તમારી યાદોની સામગ્રીને ટૅગ કરીને અનુભવને વધુ પ્રાસંગિત બનાવો.
અમારી સેવાઓ પર અને બહાર, અમારી જાહેરાત સેવાઓ, જાહેરાત લક્ષ્યાંક, જાહેરાત ટાર્ગેટિંગ અને જાહેરાત માપન પૂરું પાડો અને સુધારો, જેમાં તમારી ચોક્કસ સ્થળ માહિતીના ઉપયોગનો સમાવેશ થાય છે (ફરી, જો તમે અમને તે માહિતી એકત્રિત કરવાની પરવાનગી આપી હોય તો). Snap Inc.ની જાહેરાત પદ્ધતિઓ અને તમારી પસંદગીઓ વિશે વધુ માહિતી માટે નીચે તમારી માહિતી પર નિયંત્રણ વિભાગમાં જુઓ.
અમારા ઉત્પાદનો અને સેવાઓની સલામતી અને સુરક્ષામાં વૃદ્ધિ કરવી.
તમારી ઓળખની ખરાઈ કરો અને છેતરપિંડી અથવા અન્ય અનધિકૃત કે ગેરકાનૂની પ્રવૃત્તિ ટાળવી.
અમારી સેવાઓ અને તેમની સાથેના તમારા અનુભવને વધારવા માટે કૂકીઝ અને અન્ય ટેકનોલોજીમાંથી અમે એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ કરો.
કાયદાને લાગુ કરવા માટે કરવામાં આવેલી વિનંતીઓની પ્રતિક્રિયા તથા કાયદાકીય જરૂરિયાતોના પાલન માટે, સેવા શરતો તથા અન્ય વપરાશ શરતોને લાગુ કરવા, તેના ભંગની તપાસ કરવા તથા તેને રિપૉર્ટ કરવા.
અમે લેન્સની ગુણવત્તા સુધારવા માટે Appleના ટ્રુડેપ્થ કેમેરાની માહિતીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ટ્રુડેપ્થ કેમેરાની માહિતીનો ઉપયોગ વાસ્તવિક સમયમાં થાય છે- અમે આ માહિતીને અમારા સર્વરોમાં સંગ્રહ નથી કરતા અને તૃતીય પક્ષ સાથે પણ નથી વહેંચતા.
અમે નીચેના રીતે તમારા વિશેની માહિતી શેર કરી શકીએ છીએ:
બીજા Snapchat ના ઉપયોગકર્તાઓ સાથે. અમે નીચેની માહિતી અન્ય સ્નેપચેટ્ટર સાથે શેર કરી શકીએ છીએ:
તમારા વિશેની માહિતી, જેમ કે તમારું વપરાશકર્તા નામ, નામ અને Bitmoji.
તમે અમારી સેવાઓ સાથે કેવી રીતે વાતચીત કરી છે, જેમ કે તમારા Snapchat "સ્કોર", Snapચેટર્સના નામ અને અન્ય માહિતી કે જે Snapચેટર્સને અમારી સેવાઓનો ઉપયોગ કરીને અન્ય લોકો સાથેના તમારા જોડાણોને સમજવામાં મદદ કરશે. ઉદાહરણ તરીકે, એવું ચોક્કસ નથી કે તમને Snapchat પર મળેલી મિત્રતાની વિનંતી ઓળખીતા લોકો તરફથી જ મળી હોય, અમે જણાવી શકીએ છીએ કે તમને મિત્રતાની વિનંતી મોકલનારનો Snapchat મિત્ર તમારો મિત્ર પણ છે.
તમે અમને જે શેર કરવાના નિર્દેશ આપ્યા હોય એવી કોઈ પણ વધારાની માહિતી. ઉદાહરણ તરીકે, જ્યારે તમે તમારા Snapchat એકાઉન્ટને તૃતીય-પક્ષ એપ્લિકેશનથી કનેક્ટ કરો છો અને જો તમે Snapchat થી તૃતીય-પક્ષ એપ્લિકેશન પર માહિતીઅથવા સામગ્રી શેર કરો છો ત્યારે Snap તમારી માહિતી શેર કરશે
સામગ્રી જે તમે પોસ્ટ કરો અથવા મોકલો છો. તમારી સામગ્રી કેટલી વ્યાપક રીતે વહેંચાયેલી છે તે તમારા અંગત સેટિંગ્સ અને તમે કેવી સેવાનો ઉપયોગ કરી રહ્યા છો તેના પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, Snap એક જ મિત્રને મોકલી શકાય છે, પરંતુ તમારી મારી સ્ટોરીની કન્ટેન્ટ એવા ઘણા સ્નેપચેટ્ટર સુધી પહોંચે છે જેને તમે મારી સ્ટોરી જોવાની મંજૂરી આપી હોય.
બધા Snapchat ના ઉપયોગકર્તાઓ, આપણા બિઝનેસ ભાગીદાર, અને સામાન્ય લોકો. અમે નીચેની માહિતી તમામ સ્નેપચેટ્ટર તેમજ અમારા વ્યવસાયિક ભાગીદારો અને સામાન્ય લોકો સાથે શેર કરી શકીએ છીએ:
સાર્વજનિક માહિતી જેમ કે, તમારું નામ, વપરાશકર્તા નામ, પ્રોફાઇલ પિક્ચર, Snapcode, અને જાહેર પ્રોફાઇલ.
તમારી હાઇલાઇટ, કસ્ટમ સ્ટિકર, લેન્સ, સ્ટોરી સબમિશન્સ જેવી જાહેર કન્ટેન્ટ જે દરેક દ્વારા જોવા યોગ્ય છે, અને કોઈપણ કન્ટેન્ટ કે જે તમે સ્વાભાવિક રીતે જાહેર સેવામાં સબમિટ કરો છો, જેમ કે સ્પૉટલાઇટ, Snap નકશા અને અન્ય સમુદાય-સ્રોત સેવાઓ. આ કન્ટેન્ટને લોકો મોટી સંખ્યામાં જોઈ, વાપરી અને વહેંચી શકે છે, જેમાં શોધ પરિણામો, વેબસાઇટ પર, ઇન-ઍપ અને ઑનલાઇન તથા ઑફલાઇન બ્રોડકાસ્ટનો સમાવેશ થાય છે.
અમારા સહોગીઓ સાથે. અમે માહિતી Snap Inc. પરિવારની કંપનીઓ સાથે શેર કરી શકીએ છીએ.
તૃતીય પક્ષો સાથે. અમે સેવા પ્રદાતા સાથે તમારા વિશેની માહિતી વહેંચી શકીએ છીએ જે અમારી વતી સેવા પ્રદાન કરે છે, જાહેરાતોના પ્રભાવને માપવા અને ઓપ્ટિમાઈઝ કરવા અને તુતીય-પક્ષ વેબસાઈટ્સ અને એપ્લિકેશંસ સહિત વધુ સંબંધિત જાહેરાત પ્રદાન કરવા સહિત અહીં વધુ જાણો.
અમે તમારા વિશેની માહિતી વ્યવસાયિક ભાગીદારો સાથે શેર કરી શકીએ છીએ જે અમારી સેવાઓ પર અને કાર્યક્ષમતા પ્રદાન કરે છે. તૃતીય-પક્ષો દ્વારા એકઠી કરવામાં આવતી માહિતી અંગે વધુ જાણવા માટે અમારી સપૉર્ટ સાઇટની મુલાકાત લો.
અમને અને અન્ય લોકોને છેતરપિંડી અટકાવવામાં મદદ મળે તે માટે અમે તમારા વિશેની માહિતી, જેમ કે ડિવાઇસ અને વપરાશની માહિતી શેર કરી શકીએ છીએ.
કાનુની, સલામતી અને સુરકક્ષા કારણોસર અમે તમારા વિશેની માહિતી શેર કરી શકીએ છીએ. જો અમે અનુભવીએ કે માહિતી આપવાની ખરેખર જરૂરિયાત છે તો અમે તમારી માહિતી શેર કરી શકીએ છીએ.
માન્ય કાનૂની પ્રક્રિયા, સરકારી વિનંતી અથવા લાગુ પડતા કાયદા, નિયમ કે વિનિયમનું પાલન કરવા માટે.
સેવાની શરતો તથા સામુદાયિક માર્ગદર્શિકાના સંભવિત ભંગની તપાસ કરવી, સુધારવી અથવા લાગુ કરાવવી.
અમારા, અમારા વપરાશકર્તાઓના અને અન્યોના અધિકારો, સંપત્તિ અથવા સલામતીનું રક્ષણ કરવા માટે.
કોઈ પણ છેતરપિંડી અથવા સલામતી વિષયક ચિંતાઓ ઓળખવા અને તેમનું સમાધાન કરવા માટે.
અમે મર્જર અથવા સંપાદનના ભાગરૂપે તમારા વિશેની માહિતી શેર કરી શકીએ છીએ. જો Snap Inc. વિલિનીકરણ, ઍસેટ સેલ, ધિરાણ, લિક્વિડેશન અથવા નાદારી અથવા અમારા વ્યવસાયના તમામ અથવા અમુક હિસ્સાનું અધિગ્રહણ કરે, તો અમે વ્યવહાર બંધ થાય તે પહેલાં અને પછી તમારી માહિતી તે કંપની સાથે વહેંચી શકીએ છીએ.
બિન-વ્યક્તિગત માહિતી. અમને સેવાઓ પૂરી પાડતા અથવા અમારા માટે વ્યાપારી હેતુઓ પૂરા કરતા પક્ષકારો સાથે પણ અમે સંકલિત, બિનવ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી અથવા ઓળખ દૂર કરેલી માહિતી પણ શેર કરી શકીએ છીએ.
અમારી સેવાઓમાં તૃતીય-પક્ષની સામગ્રી અને સંકલનો શામેલ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, કૅમેરામાં તૃતીય-પક્ષનું સંકલન, ચૅટમાં તૃતીય-પાર્ટીની ગૅમ્સ, અને તૃતીય-પક્ષ Snap કિટ સંકલનો. આ સંકલનો સાથે તમે Snapની સાથે સાથે તૃતીય પક્ષને પણ માહિતી પૂરી પાડી શકો છો. તે તૃતીય પક્ષો કેવી રીતે તમારી માહિતી એકઠી કરે કે તેનો ઉપયોગ કરે તે માટે અમે જવાબદાર નથી. હંમેશની જેમ, અમે તમને દરેક તૃતીય-પક્ષની સેવાની ગોપનીયતા નીતિઓની સમીક્ષા કરવા પ્રોત્સાહિત કરીએ છીએ, જેમાં તમે અમારી સેવાઓ મારફતે આપલે કરો છો તે તૃતીય પક્ષોનો સમાવેશ થાય છે. તમે Snapchat પર તૃતીય-પક્ષની સેવાઓ વિશે વધુ અહીં શીખી શકો છો.
Snapchat તમને આ ક્ષણે કેવી રીતે જીવવા જેવું છે તે કેદ કરવા દે છે. અમારા અંત પર, તેનો અર્થ એ થયો કે Snapchat માં મોકલવામાં આવેલા Snap અને ચૅટ્સ જેવા મોટા ભાગના સંદેશાઓ આપોઆપ સર્વરોમાંથી ડિલીટ થઈ જશે જ્યારે અમને ખબર પડી જાય કે તે બધા પ્રાપ્તકર્તાઓ દ્વારા ખોલી લેવામાં આવ્યા છે અથવા તેની સમયાવધિ પૂર્ણ થઈ ગઈ છે. સ્ટોરી પોસ્ટ જેવી અન્ય સામગ્રી લાંબા સમય સુધી સંગ્રહિત છે. અમે કેટલા સમય સુધી વિવિધ પ્રકારની સામગ્રીનો સંગ્રહ કરીએ છીએ તેની વિગતવાર માહિતી માટે, અમારીસપોર્ટ સાઇટની તપાસ કરો.
અમે અન્ય માહિતીલાંબા સમય સુધી સ્ટોર કરીએ છીએ. ઉદાહરણ તરીકેઃ
જ્યાં સુધી તમે અમને ડીલીટ કરવાનું કહો નહિ ત્યાં સુધી અમે તમારા અકાઉન્ટની મૂળભૂત માહિતી સ્ટોર કરીએ છીએ, જેમ કે તમારું નામ, ફોન નંબર અને ઇમેલ ઍડ્રેસ અને મિત્રોની યાદી.
અમે અલગ-અલગ સમયાવધિ માટે લોકેશનની માહિતી કેટલી ચોક્કસ તેના માટે તથા તમે કઈ સેવાઓનો વપારશ કરો છો, તેના માટે લોકેશનની માહિતીનો સંગ્રહ કરીએ છીએ. જો સ્થળની માહિતી Snap સાથે સંકળાયેલી હોય - જેમ કે યાદોમાં સાચવવા આવી હોય અથવા Snap નક્શામાં પોસ્ટ કરવામાં આવી હોય - તો જ્યાં સુધી અમે Snap ને સંગ્રહ કરીને રાખીશું ત્યાં સુધી અમે તે સ્થાન વિશેની માહિતી પણ જાળવી રાખીશું. પ્રૉ ટીપ: તમારો ડેટા ડાઉનલોડ કરીને અમારી પાસે રહેલા તમારા લોકેશનના ડેટાને તમે જોઈ શકો છો.
જો તમે ક્યારેય એવું નક્કી કરો કે Snapchatનો ઉપયોગ નથી કરવો તો તમારું એકાઉન્ટ ડિલીટ કરવા માટે અમને કહી શકો છો. જો તમે અમુક સમય સુધી ઍક્ટિવ ન હો તો અમે તમારા વિશે એકઠી કરેલી મોટાભાગની માહિતી ડિલીટ કરી દઈએ છીએ!
યાદ રાખો કે અમારી સિસ્ટમ આપોઆપ ડિલીટ કરવાની પદ્ધતિઓ હાથ ધરવા માટે બનાવવામાં આવી છે, પરંતુ અમે વચન ન આપી શકીએ કે ડિલીટ કરવાની પ્રક્રિયા એક નિશ્ચિત સમય મર્યાદામાં થશે જ. તમારા ડેટાને સંગ્રહ કરવા માટે કાયદાકીય જરૂરિયાતો હોઈ શકે છે અને જો અમને સામગ્રી જાળવવા માટે જણાવતી સત્તાવાર કાયદાકીય અરજી મળે, જો અમને દુરુપયોગ અથવા સેવાની શરતોના ઉલ્લંઘનના અહેવાલો મળે, અથવા તમારા દ્વારા બનાવવામાં આવેલા તમારા એકાઉન્ટ અથવા સામગ્રીને અમારી ઑટોમેટેડ સિસ્ટમ દ્વારા દુરુપયોગ અથવા સેવાની શરતોના ઉલ્લંઘન માટે દર્શાવવામાં આવે અથવા તો અન્ય વપરાશકર્તા દ્વારા તેને ફ્લેગ કરવામાં આવે, તો અમારે માહિતી ડિલીટ કરવાની પદ્ધતિઓને સ્થગિત કરવાની જરૂર પડી શકે છે. અંતે, અમે મર્યાદિત સમય માટે અથવા કાયદા દ્વારા જરૂરિયાત મુજબ, બેકઅપમાં કેટલીક માહિતી જાળવી શકીએ છીએ.
અમે ઇચ્છીએ છીએ કે તમે તમારી માહિતી પર નિયંત્રણ ધરાવતા હો, તેથી અમે તમને નીચેના સાધનો પૂરા પાડીએ છીએ.
ઍક્સેસ, સુધારા અને પૉર્ટેબિલિટી. તમે અમારી ઍપ્લિકેશન્સમાંથી તમારા એકાઉન્ટની મોટાભાગની મૂળભૂત માહિતીને ઍક્સેસ અને ફેરફાર કરી શકો છો. તમે પૉર્ટેબલ ફૉર્મેટમાં અમારી ઍપ્લિકેશન્સમાં ઉપલબ્ધ ન હોય તેવી માહિતીની નકલ મેળવવા માટે મારી માહિતી ડાઉનલોડ કરો નો પણ ઉપયોગ કરી શકો છો, જેથી તમે તેને જ્યાં પણ ઇચ્છો ત્યાં ખસેડી કે સ્ટૉર કરી શકો. કારણ કે તમારી ગોપનીયતા અમારા માટે મહત્વપૂર્ણ છે, તેથી અમે તમને તમારી અંગત માહિતીને ઍક્સેસ અથવા અપડેટ કરતા પહેલાં તમારી ઓળખની ચકાસણી કરવા અથવા વધારાની માહિતી પૂરી પાડવા માટે કહી શકીએ છીએ. અમે તમારી અંગત માહિતીને અનેક કારણોસર ઍક્સેસ અથવા અપડેટ કરવાની તમારી વિનંતીને પણ નકારી શકીએ છીએ, ઉદાહરણ તરીકે, જો વિનંતી અન્ય વપરાશકર્તાઓની ગોપનીયતાને જોખમમાં મૂકે તેવી અથવા ગેરકાયદેસર હોય.
પરવાનગીઓ પાછી ખેંચો. મોટાભાગના કિસ્સામાં જો તમે અમને માહિતીનો વપરાશ કરવાની છૂટ આપી હોય, તો ઍપ અથવા જો તમારું ડિવાઇસ વિકલ્પ આપતું હોય તો ડિવાઇસમાંથી આ મંજૂરી પાછી ખેંચી શકો છો. અલબત્ત, જો તમે આમ કરશો તો કેટલીક સેવાઓ સંપૂર્ણ કાર્યક્ષમતા ગુમાવી શકે છે.
ડિલીટ કરો. અમને આશા છે કે તમે આજીવન સ્નેપચેટ્ટર રહેશો, પરંતુ જો તમે ક્યારેય તમારું એકાઉન્ટ ડિલીટ કરવા માંગો છો, તો કેવી રીતે તે શીખવા માટે અહીંથી જાણો. તમે ઍપમાં કેટલીક માહિતી પણ કાઢી શકો છો, જેમ કે તમે યાદોમાં સાચવેલા ફોટા, સબમીટ કરેલા સ્પૉટલાઇટ અને શોધ ઇતિહાસ.
જાહેરાત પસંદગીઓ . અમે તમને એવી જાહેરાતો બતાવવાનો પ્રયાસ કરીએ છીએ જે અમને લાગે છે કે તે તમારા હિતો સાથે સુસંગત હશે. જો તમે આ જાહેરાતો પસંદ કરવા માટે ઉપયોગમાં લેવાતી માહિતીમાં ફેરફાર કરવા માંગો છો, તો તમે એપ્લિકેશનમાં અને તમારી ઉપકરણ પસંદગી મારફતે કરી શકો છો. વધુ જાણવા માટે અહીં જાવ.
અન્ય Snapchat ના ઉપયોગકર્તાઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ. અમારા માટે એ મહત્ત્વનું છે કે તમે કોની સાથે સંવાદ કરવા માગો છો તેના પર તમારું નિયંત્રણ રહે. એટલા માટે અમે સેટિંગમાં ઘણા બધા માધ્યમો બનાવ્યા છે, જે તમને અન્ય બાબતો ઉપરાંત, તમે તમારી સ્ટોરી કોને બતાવવા માંગો છો, પછી ભલે તમે માત્ર તમારા મિત્રો અથવા સ્નેપચેટ્ટર પાસેથી Snap મેળવવા માંગતા હો, અને તમે બીજા સ્નેપચેટ્ટરને ફરીથી તમારો સંપર્ક કરતા અટકાવવા માંગો છો કે નહીં. વધુ જાણવા માટે અહીં જાવ.
અમે તમારી વ્યક્તિગત માહિતીને એકત્રિત, સ્થાનાતંરિત અને સંગ્રહ કરી શકીએ છીએ અને તેને અમેરિકા કે જ્યાં તમે રહે છો ત્યાં અને તેની બહારના દેશોમાં પ્રક્રિયા કરી શકીએ છીએ. જ્યારે પણ કાયદાકીય રીતે જરૂરી હોય અને તમે જ્યાં રહો છો, તેની બહાર માહિતી શેર કરીએ છીએ, અમે એ બાબત સુનિશ્ચિત કરીએ છીએ કે સ્થાનાંતર માટેની યોગ્ય વ્યવસ્થા હોય. અમે એ બાબત સુનિશ્ચિત કરીએ છીએ કે જે કોઈ તૃતીય પક્ષને અમે માહિતી આપીએ છીએ તેમની પાસે પણ સ્થાનાંતરણ માટેની પૂરતી વ્યવસ્થા હોય. અમારા દ્વારા વપરાશમાં લેવામાં આવતી ડેટા સ્થાનાંતર વ્યવસ્થા વિશે અહીંથી માહિતી મેળવી શકો છો તથા જેમની સાથે માહિતી શેર કરીએ છીએ તેવા તૃતીય પક્ષોની અલગ-અલગ શ્રેણી વિશે અહીં વાચી શકો છો.
તમારા રાજ્ય કે પ્રાંતમાં તમે ચોક્કસ ગોપનીયતા અધિકાર મળેલા છે. દાખલા તરીકે, યુનાઇટેડ સ્ટેટ્સમાં, કેલિફૉર્નિયા તથા અન્ય રાજ્યોના રહેવસીઓને ચોક્કસ ગોપનીયતા અધિકાર મળેલા છે. યુરોપિયન ઇકૉનૉમિક એરિયા (ઈઈએ), યુકે, બ્રાઝિલ, કોરિયા ગણરાજ્ય તથા અન્ય ન્યાયક્ષેત્રોમાં પણ સ્નેપચેટ્ટરને અમુક ચોક્કસ અધિકાર મળેલા છે. કોઈ રાજ્ય કે પ્રાંત સંબંધિત સ્પષ્ટતા અહીં કરેલી છે.
અમારી સેવાઓ 13 વર્ષથી ઓછી વયના કોઈપણ માટે નથી અને અમે તેમને નિર્દેશન નથી કરતા. અને તેથી જ અમે જાણીજોઈને 13 વર્ષથી ઓછી વયની કોઈપણ વ્યક્તિ પાસેથી વ્યક્તિગત માહિતી એકત્રિત કરતા નથી. આ ઉપરાંત, અમે કેટલી માહિતી એકત્રિત કરીશું, ઉપયોગ કરીશું અને સંગ્રહિત કરીશું તે પણ મર્યાદિત કરીએ છીએ. 13 થી 16ની વચ્ચેના કેટલાક ઇઇએ તથા યુકે ના વપરાશકર્તાઓની માહિતી અમે એકઠી કરીએ છીએ. કેટલાક કિસ્સાઓમાં, આનો અર્થ એ છે કે અમે આ વપરાશકર્તાઓને ચોક્કસ કાર્યક્ષમતા પ્રદાન કરવામાં અસમર્થ હોઈશું. જો તમારા દેશની કાયદાકીય જરૂરિયાતના આધારે તમારી માહિતીને પ્રોસેસ કરવા માટે તમારા વાલીની સંમતિની જરૂર હશે, તો અમે તે માહિતી એકઠી કરીએ અને તેનો ઉપયોગ કરીએ, તે પહેલાં અમને તમારા વાલીઓની સંમતિની જરૂર પડી શકે છે.
અમે આ ગોપનીયતા નીતિમાં સમયાંતરે ફેરફાર કરી શકીએ છીએ. પરંતુ જ્યારે આપણે કરીશું, ત્યારે અમે તમને એક યા બીજી રીતે જણાવીશું. કેટલીક વખત, અમે તમને અમારી વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન પર ઉપલબ્ધ ગોપનીયતા નીતિની ટોચ પરની તારીખમાં ફેરફાર કરીને તમને જણાવીશું. કેટલીક વખત, અમે તમને વધારાની નોટિસ આપી શકીએ છીએ (જેમ કે અમારી વેબસાઇટ્સના હોમપેજમાં સ્ટેટમેન્ટ ઉમેરવા અથવા તમને ઇન-એપ નોટિફિકેશન પૂરું પાડવું).