Snap રિપૉઝિટરીની શરતો
રજૂ કર્યુંઃ {date}
આ સ્નેપ રિપૉઝિટરી શરતો ("શરતો") કાયદાકીય રીતે તમારી અથવા (i) જો તમે વેપારી સંસ્થા હો જેનું મુખ્ય વેપારમથક યુનાઇટેડ સ્ટેટ્સમાં હોય તો Snap Inc. ; અથવા (ii) જો તમે વેપારી સંસ્થા હો અને તેનું મુખ્ય વેપારમથક યુનાઇટેડ સ્ટેટ્સની બહાર હોય તો Snap Group Ltd. ("Snap") વચ્ચે બંધનકર્તા કરાર છે. આ શરતો સ્નેપની રિપૉઝિટરીના ("રિપૉઝિટરી") અન્ય કોઈ સોફ્ટવૅર, એપીઆઈ, ડૉક્યુમેન્ટેશન, ડેટા, કોડ, ઇન્ફર્મેશન (સ્નેપની ગોપનીય માહિતી સહિત), કે અન્ય કોઈ સામગ્રી જે તમને રિપૉઝિટરી (રિપૉઝિટરી સાથે, "સ્નેપ પ્રૉપર્ટી") મારફત ઉપલબ્ધ કરાવવામાં આવી હોય તેના તમારા વપરાશ તથા એક્સેસનું નિયમન કરે છે. આ શરતોમાં વાપરવામાં આવ્યું છે તેમ, "તમે" કે "તમારા" એટલે કે એ પક્ષકાર જે "સ્વીકાર્ય" કે "સબમીટ"નું બટન દબાવે અથવા સ્નેપની પ્રૉપર્ટીને એક્સેસ કરે કે તેનો વપરાશ કરે એવી કોઈ કંપની, વેપારી સંસ્થા કે સંગઠન જે પક્ષકાર વતી કામ કરતી હોય. "સ્વીકાર્ય" કે "સબમીટ"નું બટન દબાવીને કે અન્ય કોઈ રીતે સ્નેપ પ્રૉપર્ટીનો વપરાશ કરીને કે એક્સેસ કરીને તમે આ શરતો માટેની બાદ્યતાને સ્વીકારો છો. Snap કોઈપણ સમયે આ શરતોને અપડેટ કરી શકે છે. Snap આવા અપડેટ વિશે તમને જણાવશે અને તમે સ્નેપ પ્રૉપર્ટીનો વપરાશ અને તેને એક્સેસ કરવાનું ચાલુ રાખવાથી આ અપડેટ્સ સ્વીકાર્ય છે તેમ માનવામાં આવશે.
a. Snapના વિવેકાધિકાર મુજબ નીચે મુજબના હેતુ ("હેતુ") સબબ તમને તમામ Snap પ્રૉપર્ટી ઉપલબ્ધ કરાવવામાં આવે છે : તમારા ડિવાઇસ દ્વારા સ્નેપચેટ મોબાઇલ ઍપ્લિકેશનમાંજ નવા ફિચર્સ વિકસાવવા તથા તેને સારી બનાવવામાં Snapને મદદ કરવા માટે છે, જેમાં ડિવાઇસના નૅટિવ કૅમેરા (દરેક "ડિવાઇસ ઇમ્પ્લિમૅન્ટેશન") સંબંધિત ફર્મવૅર તથા સોફ્ટવૅરનો સમાવેશ થાય છે. આ સહાયમાં સૉર્સ કોડ સહિતની સ્નેપ પ્રૉપર્ટીમાં સુધાર, પરીક્ષણ, ક્ષતિ દૂર કરવી કે ફેરફાર ઉપરાંત ફિડબૅક અને સૂચનનો સમાવેશ થઈ શકે છે, પરંતુ એટલા પૂરતું મર્યાદિત નહીં હોય.
b. જો યુનાઇટેડ સ્ટેટ્સના કાયદા મુજબ કે અન્ય કોઈ લાગુ પડતા ન્યાયક્ષેત્ર હેઠળ તમને અટકાવવામાં આવતા હોય તો તમે Snapની કોઈ પ્રૉપર્ટીનો ઉપયોગ નહીં કરો, દાખલા તરીકે, જો તમારો સમાવેશ પ્રતિબંધિત પક્ષકારોની યાદીમાં થતો હોય, અથવા તો અન્ય કોઈ ન્યાયક્ષેત્ર હેઠળ સમાન પ્રકારના નિષેધો લાદવામાં આવ્યા હોય.
c. Snap દ્વારા લેખિતમાં (ઈમેલ પર્યાપ્ત હશે) અધિકૃત કરાયેલા તમારા કર્મચારીઓ ("અધિકૃત કર્મચારીઓ") દ્વારા જ સેવાઓ પૂરી પાડવામાં આવશે. તમારા અધિકૃત કર્મચારીઓ આ શરતો મુજબના નિયંત્રણોનું કમ સે કમ પાલન કરે તે માટે લેખિતમાં સહમત હોવા જોઈએ. તમે એ વાતની ખાતરી કરશો કે અધિકૃત કર્મચારીઓ દ્વારા Snapના નિયમ, નિયંત્રણો, નીતિઓ અને સૂચનાઓનું પાલન કરવામાં આવશે. Snap ઇચ્છે ત્યારે કોઈ વયક્તિને અધિકૃત કર્મચારીઓની યાદીમાંથી દૂર કરી શકે છે અને તમે આવી બરતરફીમાં સહકાર આપશો.
d. સ્નેપ પ્રૉપર્ટીને એક્સેસ કરવા કે વપરાશ માટે તમને આપવામાં આવેલી ચાવીઓ, ઓળખ, પાસવર્ડ કે એક્સેસ ટોકનને ("ક્રૅડેન્શિયલ્સ") તમે સાચવશો અને ગુપ્ત રાખશો અથવા અધિકૃત કર્મચારીઓ સિવાય કોઈને સ્નેપ પ્રૉપર્ટીના એક્સેસ નહીં આપો. સ્નેપ પ્રૉપર્ટીની સુરક્ષા અને ગોપનિયતા માટે તમે ઉદ્યોગમાં પ્રવર્તમાન ધોરણો મુજબ ટેકનિકલ, ભૌતિક અને વહીવટી વ્યવસ્થા લાગુ કરશો અને તેની જાળવણી કરશો. વધુમાં, તમે Snapને તત્કાળ લેખિતમાં નોટિસ આપીને આ બાબતનું ધ્યાન દોરશો (i) અનઅધિકૃત વપરાશ, પુનઃઉત્પાદન, જાહેર થવા, સુધાર, સંગ્રહ, નુકસાન, ભ્રષ્ટાચાર કે સ્નેપ પ્રૉપર્ટીને નુકાસન કે તેના ક્રૅડેન્શિયલ વિશે જાણ કરશો ; અને (ii) જો અધિકૃત કર્મચારી તમારી સાથે જોડાયેલો ન હોય કે તમે કામે ન રાખ્યો હોય તો તમે તત્કાળ અને/અથવા સ્નેપ દ્વારા જરૂરી હોય તેવા પગલાં લેશો, જેથી કરીને આવા અધિકૃત કર્મચારી દ્વારા સ્નેપ પ્રૉપર્ટીનો ઉપયોગ ન થઈ શકે તે માટે અને તેને સલામત બનાવવા કે બિનઉપયોગી બનાવવા માટે અને/અથવા તમારા ક્રૅડેન્શિયલ્સને અપડેટ કરશો. તમારા ક્રૅડેન્શિયલ દ્વારા જે કોઈ પ્રવૃત્તિ થાય, તેના માટે તમે જવાબદાર છો.
a. તમે તમામ એસડીકે(સ), ડૉક્યુમેન્ટેશન, માહિતી, ડેટા, ટેકનૉલૉજી, તથા અન્ય જરૂર મુજબ સંબંધિત સામગ્રી રિપૉઝિટરીમાં જમા કરાવશો, જેમાં તમામ ફેરફાર કે અપડેટ પણ સમાવિષ્ટ છે, અથવા સ્નેપની વિનંતીના આધારે ટેસ્ટિંગ, ડેવલપમૅન્ટ, સંકલન, લાગુ કરવામાં, ક્ષતિ દૂર કરવામાં જાળવણીમાં કે પરસ્પર સહમત થયેલા ડિવાઇસ ઇમ્પિલમેન્ટેશનમાં મદદ કરશો. ("ડિપૉઝિટ મટિરિયલ્સ"). રિપૉઝિટરીમાં કોઈપણ સામગ્રી જમા કરાવતા પહેલાં તમે સ્નેપની લેખિત મંજૂરી (ઈમેલ સ્વીકાર્ય) લેશો.
b. સ્નેપની ભલામણો મુજબ તથા ડિવાઇસ ઇમ્પ્લિમૅન્ટેશનમાં મદદ મળે તે માટે જમા કરાવેલી સામગ્રીમાં તત્કાળ ફેરફાર કે અપડેટ માટે તમે વ્યવાસાયિક રીતે વ્યાજબી પ્રયાસ તમે કરશો. કોઈપણ ડિપૉઝિટ કરાવેલી સામગ્રીના સૉર્સકોડમાં અપડેટ તમારા દ્વારા રિપૉઝિટરીની બહાર કરવામાં આવશે અને એક વખત અપડેટ થઈ જાય એટલે રિપૉઝિટરીમાં અગાઉની આવૃત્તિની જગ્યાએ તેને જમા કરાવવામાં આવશે.
c. તમે સ્નેપ તેના સહયોગીઓને ડિપૉઝિટ કરાવેલી સામગ્રી તમામ પ્રકારના ડિવાઇસ ઇમ્પ્લિમૅન્ટેશનને ટેસ્ટ, ડેવલપ, સંકલન, લાગુ, ક્ષતિ દૂર કરવા, જાળવવા તથા સહાય આપવા સંદર્ભે સંદર્ભે નૉન-ઍક્સક્લૂઝિવ, અવિરત, વિશ્વવ્યાપી, રૉયલ્ટી મુક્ત લાઇસન્સ આપો છે,
d. સ્નેપ એ વાત સાથે સહમત છે કે તમારી લેખિત મંજૂરી વગર તે જમા કરાવેલી સામગ્રીમાં કોઈ ફેરફાર, રિવર્સ એંજિનિયરિંગ કે તેને છૂટા નહીં પાડે.
અ. આ શરતો હેઠળ, 3. Snap તમને નિયંત્રિત, એકમાત્ર નહીં એવા, હસ્તાંતરિત ન થઈ શકે તેવા, સબલાઇસન્સ ન થઈ શકે તેવા પાછા ખેંચી શકાય એવા હક, આંતરિક રીતે તમારા દ્વારા અધિકૃત કર્મચારીઓને: (i) હેતુની પૂરતી કરવા માટે Snapની સંપત્તિના વપરાશ અને પહોંચ આપે છે; અને (ii) Snap સંપત્તિનો પહોંચ, વપરાશ અને તેમાં ફેરફાર, ડિવાઇસ ઇમ્પિલિમૅન્ટેશનને ટેસ્ટ, ડેવલપમૅન્ટ, સંકલન, લાગુ કરવા, ક્ષતિ દૂર કરવા, જાળવણી અને સહાય કરવા અને Snap વતી તથા માત્ર તેને લાભકારક હોય તે રીતે અને Snap પ્રૉપર્ટી અથવા તો સમયાંતરે Snap દ્વારા પૂરા પાડવામાં આવેલા દસ્તાવેજીકરણ તથા વર્ણન મુજબ કરી શકશો.
b. આ મુજબ નહીં કરવા તમે સહમત થાવ છો:
i. Snapની રિપૉઝિટરી બહાર Snapની પ્રૉપર્ટી ઉપર કામ નહીં કરો, ટ્રાન્સફર કે કૉપી નહીં કરો.
ii. આ શરતો હેઠળ સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું હોય તે સિવાય, Snapની સંપત્તિને વેંચશો, ભાડે, પટ્ટે, પેટાલાઇસન્સ, સોંપવું કે હિતસાધકને, સુધારા, રિવર્સ એંજિનિયર, છૂટા નહીં પાડો, કૉપી નહીં કરો, પુનઃઉત્પાદિત, સોંપણી, જાહેર, વિતરિત, હસ્તાંતરિત કે સર્જનાત્મક સાધિત સામગ્રી કે અન્ય કોઈ રીતે વાપરશો નહીં.
iii. સ્નૅપની પ્રૉપર્ટીમાં સિસ્ટમ કે તેના કોઈ ભાગની સામાન્ય કામગીરી કે વપરાશને અનઅધિકૃત રીતે અટકાવે અથવા નુકસાન પહોંચાડે, ભૂંસી નાખે, વિક્ષેપ પહોંચાડે કે નબળું પાડે તે માટે સ્નૅપ સિસ્ટમમાં કોઈ "બૅક ડોર", "ટાઇમ બૉમ્બ", "ટ્રોજન હૉર્સ", "વૉર્મ", "ડ્રૉપ ડેડ ડિવાઇસ", "વાઇરસ", "સ્પાયવૅર" કે "માલવૅર" કે અન્ય કોઈ કૉમ્પ્યુટર કોડ કે સોફ્ટવૅર વ્યવસ્થાનો પ્રવેશ નહીં કરાવો અથવા સ્નૅપની પ્રૉપર્ટી કે સ્નેપચેટ મોબાઇલ ઍપ્લિકેશનનો ("મલિશસ કોડ") ઉપયોગ નહીં કરો;
iV. સ્નેપની પ્રૉપર્ટીને અન્ય કોઈ ઓપન સૉર્સ સોફ્ટવૅર સાથે Snap પ્રૉપર્ટીને ભેળવીને, જોડીને કે અન્ય કોઈ રીતે Snapની પ્રૉપર્ટી કે તેનું અન્ય કોઈ સ્વરૂપ, જે સંબંધિત ઓપન સૉર્સ સોફ્ટવૅરની બૌદ્ધિક સંપદા સંબંધિત શરતો હેઠળ કે લાઇસન્સની જવાબદારી હેઠળ સમગ્ર કે આંશિક રીતે, જેમાં Snapની પ્રૉપર્ટી કે તેનું અન્ય કોઈ સ્વરૂપ કે સૉર્સ કોડ ખુલ્લા થતા હોય અથવા તેનું વિતરણ થતું હોય અથવા તો આવા સોફ્ટવૅરના અલગ સ્વરૂપને માટે લાઇકસન્સનો હેતુ અથવા તો નિઃશુલ્ક પુનઃવિતરણ થવાનું હોય;
V. કોઈની બૌદ્ધિક સંપદાને જોડીને કે સોંપવા માટેની સામગ્રીમાં કે અન્ય કોઈ રીતે Snapને એવી કોઈ સામગ્રી જમા નહીં કરાવો જેના કારણે તૃતીય પક્ષના બૌદ્ધિક સંપદા અધિકારનો ભંગ થતો હોય અથવા તેનું ઉલ્લંઘન થતું હોય.
Vi. Snap કે Snapના કોઈ સહયોગી દ્વારા સંભવિત પેટન્ટ ભંગના દાવાને સમર્થન આપવા માટે પુરાવા માટે કે તેની સાબિત કરવા માટે Snap પ્રૉપર્ટીનો ઉપયોગ નહીં કરો.
Vii. Snapની પ્રૉપર્ટી કે તેના કોઈ ભાગ ઉપર કૉપીરાઇટની નોટિસ કે અન્ય કોઈ માલિકીના અધિકાર સંબંધિત નોટિસને દૂર નહીં કરો અથવા તેમાં ફેરફાર નહીં કરો; અથવા
Vii. Snapની પ્રૉપર્ટીનો વપરાશ કે તૃતીય પક્ષીય વપરાશને મંજૂર નહીં કરો, જે Snap ઍપ્લિકેશન્સ, પ્રોડક્ટ્સ કે સર્વિસીઝની નકલ કરતી હોય અથવા તો તેની સાથે સ્પર્ધા કરતી હોય.
a. તમામ સ્નેપ પ્રૉપર્ટી એ સ્નેપની માલિકીની છે અને રહેશે અથવા તો તેના લાગુ પડતા તૃતીય પક્ષીય લાઇસન્સ ધારકની રહેશે અને તમારા દ્વારા આ શરતો મુજબના હેતુ માટે જ તેનો ઉપયોગ કરવાનો રહેશે. જમા કરાવવામાં આવેલી તમામ સામગ્રી તમારી માલિકીની છે અને રહેશે અથવા તો તમારા લાગુ પડતા તૃતીય પક્ષીય લાઇસન્સ ધારકની રહેેશે અને સ્નેપ દ્વારા દ્વારા આ શરતો મુજબના હેતુ માટે જ તેનો ઉપયોગ કરવાનો રહેશે. આ શરતોમાં જણાવ્યા સિવાય, તમને આપવામાં આવેલી સ્નેપ પ્રૉપર્ટી સંદર્ભે અથવા તો તમે સ્નેપને જમા કરાવેલી સામગ્રી સંદર્ભે માલિકીના હક કે લાઇસન્સનું સ્વરૂપ નથી લેતું. દરેક પક્ષકારના એવા દરેક હક જે આ શરતો હેઠળ વ્યક્ત રીતે આપવામાં નથી આવ્યા, તે વ્યક્ત રીતે તે પક્ષકાર દ્વારા અનામત રાખવામાં આવ્યા છે.
b. કોઈપણ (i) સુધારા, ફેરફાર કે અપડેટ્સ કે સ્નેપ પ્રૉપર્ટીમાંથી તમારા કે તમારા વતી તૈયાર કરવામાં આવેલી સામગ્રી ; અને સેવાઓ ("સોંપવા યોગ્ય") એ "વળતર માટેનું કામ" (યુ.એસ. કૉપીરાઇટ ઍક્ટની વ્યાખ્યા મુજબ) છે અને તે સ્નેપની સંપદા રહેશે. લાગુ પડતા કાયદા હેઠળ જે કોઈ સામગ્રીને "વળતર માટેનું કામ" ન ગણી શકાય, તે માટે તમે ડિલિવર્લેબલ સંદર્ભે તમામ અધિકાર, માલિકી તથા તેના અન્ય હિત અને સોંપવા યોગ્ય સામગ્રીના તમામ બૌદ્ધિક સંપદા અધિકાર સ્નેપને સોંપો છો. આ પરિચ્છેદ હેઠળ સ્નેપની બૌદ્ધિક સંપદાને લાગુ કરવા તથા રક્ષા કરવા માટે સ્નેપના ખર્ચે સ્નેપને માટે તમે કોઈ દસ્તાવેજોની અમલવારી કરશો કે સ્નેપની વ્યાજબી વિનંતીઓના આધારે અન્ય પગલાં લેશો.
C. દરેક વખતે સ્નેપની આગોતરી લેખિત મંજૂરી વગર તમે કોઈપણ સંજોગોમાં તમે કોઈ તૃતીય-પક્ષીય કોડ, સોફ્ટવૅર કે અન્ય કોઈ સામગ્રીને તમારી સોંપવાની કામગીરીમાં સામેલ નહીં કરો. જો તમે અગાઉથી જ અસ્તિત્વ ધરાવતી તમારી બૌદ્ધિક સંપદા કગે તૃતીય પક્ષીય બૌદ્ધિક સંપદાનો ડિલિવરેબલમાં સમાવેશ કરો છો કે જેનું હસ્તાંતરણ થઈ શકે તેમ ન હોય અથવા જેને પરિચ્છેદ 4 મુજબ "વળતર માટેનું કામ" ગણી શકાય તેમ ન હોય, તમે સ્નેપ તથા તેના સહયોગીઓને નૉન-ઍક્સક્લૂઝિવ, અવિરત, રૉયલ્ટી-વગર, પાછી ન ખેંચી શકાય તેવી, વૈશ્વિક, હસ્તાંતરણયોગ્ય, પેટાલાઇસન્સ આપી શકાય તેવા, વપરાશ માટે પૂર્ણપણે ચૂકવાયેલ લાઇસન્સ, આર્કાઇવ, કૉપી, કૅશે, ઍન્કોડ, સંગ્રહ, પુનઃઉત્પાદિત, વિતરીત, પ્રસારિત, સંકલિત, જાહેરમાં પ્રદર્શન તથા જાહેરમાં પર્ફૉરમન્સ માટે આવા ડિલિવરેબલની બૌદ્ધિક સંપદાનો ઉપયોગ કરી શકે છે, ચાહે તે "વળતર માટે કરેલું કામ" કેમ ન હોય.
d. જો કોઈ પક્ષકાર તેના ઉત્પાદન કે સેવા માટે અન્યને કોઈ ટિપ્પણી, સૂચન, વિચાર, સુધાર કે ફિડબેક (સમસ્ત રીતે "ફિડબૅક") આપે તો, આવો ફિડબૅક જેમ-છે તેમ આપવામાં આવે છે અને મેળવનાર પક્ષકાર ફિડબૅક આપનાર પક્ષકાર પ્રત્યે ગોપનિયતા, આરોપણ, વળતર કે અન્ય કોઈ ફરજ વગર પોતાના જોખમે તેનો ઉપયોગ કરી શકે છે.
a. કોઈ પક્ષકારને ગોપનીય માહિતી પ્રત્યક્ષ રીતે અથવા તો પક્ષકાર વતી કામ કરતી વખતે તૃતીય પક્ષકાર તરફથી મળે ત્યારે તે પક્ષકાર ("માહિતી મેળવનાર") : (i) જે હેતુ માટે મેળવી હોય તેના માટે જ ગોપનીય માહિતીનો ઉપયોગ કરશે, પક્ષકાર દ્વારા ગુપ્ત માહિતી જાહેર કરવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પક્ષકાર વતી કામ કરતી વેળાએ તૃતીય પક્ષને ("માહિતી જાહેર કરનાર") લેખિતમાં સહમતિ આપવામાં આવી હોય (ii) તેના સહોયગીઓના ડાયરેક્ટર, કર્મચારીઓ, કૉન્ટ્રાક્ટર્સ, એજન્સ્ સિવાય અન્ય કોઈને માહિતી જાહેર, વિતરિત કે અન્ય કોઈ રીતે ફેલાવશે નહીં. અને વ્યવસાયિક સલાહકારો ("પ્રતિનિધિઓ") જેમને આ માહિતી મેળવવી જરૂરી હોય, તેઓ ગોપનિયતાની શરતોથી બંધાયેલા હોય અને કમ સે કમ આ શરતો મુજબ નિયંત્રિત હોય; (iii) પોતાની આવી જ ગોપનીય માહિતીને જાળવે તે રીતે જાળવે તેમ કમ સે કમ ગોપનીય માહિતીને સંભાળશે, આ સિવાય માહિતી મેળવનાર દ્વાર કમ સે કમ વ્યાજબી કાળજી લેવામાં આવશે. (iV.) જ્યારે તેમને જાળ થાય કે ગોપનીય માહિતી ગુમ થઈ છે અથવા તો અધિકૃત ન હોય તે રીતે તેનો વપરાશ થયો છે અથવા તો અધિકૃતતા વગર જાહેર થઈ છે તો તરત જ જાહેર કરનારને જાણ કરશે; અને (v) આ પરિચ્છેદ 5 હેઠળ જો કોઈ પ્રતિનિધિ દ્વારા ભંગ કરવામાં આવે તો જવાબદાર ઠરશે. "ગોપની માહિતી" એટલે (A) કોઈ ગોપનીય કે માલિકીવાળી માહિતી જે જાહેર કરનાર અથવા તેના સહયોગીઓ હેતુ સંબંધિત માહિતી મેળવનાર કે તેના સહયોગીઓને જાહેર કરે; (B) આ શરતો (C) પક્ષકારો વચ્ચેના સંબંધ વિશે; (D) સ્નેપ પ્રૉપર્ટી અને તેની ઓળખ સંબંધિત; અથવા (E) જાહેર કરનાર સંબંધિત અથવા વ્યાજબી રીતે ગોપનીય લાગે તેવી માહિતી જાહેર કરવા સંબંધે, વપારશ સમયે, મેળવતી વખતે, સંગ્રહ કે એકત્રીકરણ સમયની (દરેક કિસ્સામાં, જાહેર કરનાર દ્વારા કે તેના વતી) કોઈ પણ માહિતી.
b. Snap પ્રૉપર્ટી સિવાય, પરિચ્છેદ 5 હેઠળ માહિતી મેળવનાર કાયદાકીય રીતે પુરતા પુરાવા સાથે સાબિત કરી શકે કે જેતે માહિતી પર તે લાગુ નથી થતું : (i) માહિતી મેળવનારની ભૂલ ન હોય તે રીતે માહિતી સામાન્યતઃ જનતાને ઉપલબ્ધ બને કે હોય; (ii) જ્યારે માહિતી મેળવનારને જણાવવામાં આવી, ત્યારે તે ગોપનીયતા સંબંધિત કોઈપણ જવાબદારી વગર માહિતગાર હોય; (iii) ગોપનીયતાની જવાબદારી વગર માહિતી મેળવનારને બાદમાં જણાવવામાં આવી હોયન અથવા (iV) માહિતી મેળવનાર દ્વારા ગોપનીય માહિતીનો ઉપયોગ કરીને કે તેનો આધાર લીધા વગર સ્વતંત્ર રીતે તૈયાર કરવામાં આવી હોય.
C. લાગુ પડતા કાયદા હેઠળ જરૂરી હોય તેટલી હદ સુધી માહિતી મેળવનાર ગોપનીય માહિતી જાહેર કરી શકે છે. પરંતુ માહિતી મેળવનારે તત્કાળ જાહેર કરનારને લેખિતમાં જરૂરી માહિતી આપવી અને માહિતી જાહેર કરનારને તેના ખર્ચે માહિતી જાહેર થતી અટકાવવા અથવા મર્યાદિત માહિતી જાહેર થાય તેવો રક્ષણાત્મક આદેશ મેળવવામાં સહાયતા કરવી.
d. દરેક પક્ષકાર એ વાત સ્વીકારે છે અને સહમત થાય કે અન્ય પક્ષકાર સ્વતંત્ર રીતે પોતાની પ્રોડક્ટ કે સેવાઓ સાથે સમાનતા ધરાવતી ઍપ્લિકેશન્સ, સામગ્રી, ફિચર્સ કે અન્ય પ્રોડક્ટ કે સેવાનું સર્જન કરતા હોય શકે છે, અને આ શરતો હેઠળ કોઈપણ પક્ષકારને સ્વતંત્ર રીતે પ્રોડક્ટ કે સેવા વિકસાવતા કે તેનું પૂર્ણતઃ દોહન કરતા અટકાવશે નહીં કે નિયંત્રિત નહીં કરે.
e. આ શરતો સમાપ્ત થયેથી, અથવા તો ઇચ્છે ત્યારે કોઈપણ પક્ષકારની લેખિત વિનંતીથી, માહિતી મેળનાર દ્વારા માહિતી જાહેર કરનારને પરત કરી દેવામાં આવશે, અથવા જો માહિતી જાહેર કરનાર દ્વારા વિનંતી કરવામાં આવે તો ડિલીટ માહિતી જાહેર કરનારની ગોપનીય માહિતીની તમામ ઑરિજિનલ તથા નકલોને ડિલીટ કરી દેવામાં આવશે કે તેનો નાશ કરી દેવામાં આવશે.
અ. સામાન્ય રજૂઆતો અને બાંયધરી દરેક પક્ષકાર સામેના પક્ષકારને એ વાતની રજૂઆત કરે છે અને બાંયધરી આપે છે કે :(i) તેની પાસે આ શરતો સ્વીકારવા માટે મુખત્યાર છે અને તેમની પાસે આ શરતો હેઠળની જવાબદારીઓને પૂર્ણ કરવા માટેનાં પૂર્ણ હક, મુખત્યાર અને સત્તા છે; (ii) તેઓ કાયદેસર રીતે અસ્તિત્વ ધરાવે છે અને કંપની કે સંગનટ માટેના ન્યાયક્ષેત્રના કાયદાઓ મુજબ તેમનું અસ્તિત્વ છે, જેના હેઠળ તેમની સ્થાપના કે ગઠન થયું છે; (iii) આ શરતો હેઠળની જવાબદારીઓ મુજબ, તેઓ લાગુ પડતા કાયદાનું અને ગોપનિયાતાના ધોરણોનું પાલન કરશે; અને (iV) આ શરતો હેઠળની જવાબદારીઓનું પાલન કરતી વખતે તેમની તૃતીય પક્ષીય ફરજ કે કોઈ જવાબદારીના પાલનમાં હિત સંઘર્ષ વિક્ષેપ ઊભો નહીં થાય કે ભંગ નહીં થાય વધુમાં, તમે રજૂઆત કરો છો અને બાંયધરી આપો છો કે પરિચ્છેદ 3 હેટળ વિસ્તૃતપણે જણાવવામાં આવેલી રજૂઆતોનું અનુપાલન કરશો.
બ. ભ્રષ્ટાચાર-વિરોધ દરેક પક્ષકાર એ રજૂ કરે છે, બાંયધી આપે છે અને સહમત થાય છે કે તેઓ : (i) તેઓ પોતે અને તેમના તેમના વતી જે કોઈ કામ કરતું હોય તેઓ લાગુ પડતા ભ્રષ્ટાચાર વિરોધી કાયદા, નિયમો અને નિયંત્રણોનું પાલન કરશે; અને (ii) તેઓ કોઈને અયોગ્ય રીતે કામ કરવા કે ન કરવા માટે કશું મૂલ્યવાન આપશે નહીં, તેનો પ્રસ્તાવ નહીં મૂકે, કે આપવા સહમત નહીં થાય, અથવા તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈને આને માટે અધિકૃત નહીં કરે. આ શરતો કે અન્ય કોઈ જોગવાઈનો, ભંગ નહીં કરનાર પક્ષકાર જોગવાઈઓનો ભંગ કરનાર પક્ષકારને કોઈ સમય આપ્યા વગર તેમાંથી ખસી જઈ શકે છે.
c. વ્યાપાર નિયંત્રણ ો દરેક પક્ષકાર એ વાતે અધિકૃત કરે છે, બાંયધરી આપે છે અને સહમત થાય છે કે : (i) આ શરતો હેઠળ તેમનું આચરણ લાગુ પડતા આર્થિક નિયંત્રણો, નિકાસ નિયંત્રણો તથા ઍન્ટિ-બૉયકૉટ લૉનું પાલન કરશે; (ii) ના તો તેઓ કે તેમની મૂળ, પેટા કે સંબંધિત કંપની અમેરિકા સહિતના કોઈપણ સરકારી સત્તામંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રતિબંધિત પક્ષકારોની યાદી સાથે સંકળાયેલા નથી. ખાસ નિર્દિષ્ટ દેશના નિવાસીઓની યાદી કે વિદેશી નિયંત્રણોમાંથી છટકી જનારાઓની યાદી ("પ્રતિબંધિત પક્ષકારોની યાદીઓ"); (iii) પ્રતિબંધિત પક્ષકારોની યાદીમાં હોય તેના પાસે તેની માલિકી કે નિયંત્રણ નથી; અને (iV) આ શરતોના પાલન માટે, તેઓ પ્રતિબંધિત પક્ષકારોની યાદીમાં સામેલ હોય તેમની સાથે કે અન્ય કોઈ દેશ કે જેમની સાથે વેપાર કરવોએ લાગુ પડતા નિયંત્રણો હેઠળ પ્રતિબંધિત હોય તેમની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વેપાર નહીં કરે અથવા તો તેમને સામાન કે સેવાઓ પૂરા નહીં પાડે. આ શરતો કે અન્ય કોઈ જોગવાઈનો, ભંગ નહીં કરનાર પક્ષકાર જોગવાઈઓનો ભંગ કરનાર પક્ષકારને કોઈ સમય આપ્યા વગર તેમાંથી ખસી જઈ શકે છે. વધુમાં તમે સહમત થાવ છો કે કે તમે યુનાઇટેડ સ્ટેટ્સના લાગુ પડતા કાયદા કે અન્ય કોઈ ન્યાયક્ષેત્રના કાયદાની જોગવાઈ હેઠળ પ્રતિબંધિત કે નામંજૂર કરાયેલી વ્યક્તિ કે સંસ્થા કે આવા કાયદા હેઠળ પ્રતિબંધિત દેશને Snapની સંપત્તિની આયાત, નિકાસ કે પુનઃનિકાસ કે હસ્તાંતરણ નહીં કરો, જેમાં હુવેઈ ટેકનૉલૉજીસ કંપની લિમિટેડનો પણ સમાવેશ થાય છે.
d. અસ્વીકરણ ઉપર જણાવવામાં આવેલી બાંયધરી સિવાય, આ શરતો હેઠળ દરેક પક્ષકાર અન્ય કોઈપણ પ્રકારની (વ્યક્ત, અવ્યક્ત, કાયદાકીય કે અન્ય કોઈપણ પ્રકારની, જેમાં વાણિજયક, ચોક્કસ હેતુ માટે લાયક, ટાઇટલ કે અન્ય કાયદાનો ભંગ-નહીં કરનાર) તમામ પ્રકારની બાંયધરીઓનું અસ્વીકરણ કરે છે. ઉપર જણાવ્યા સુધી મર્યાદિત ન રાખતા, સ્નેપની સંપત્તિ 'જેમ છે તેમ' પૂરી પાડવામાં આવે છે અને Snap એવી કોઈ રજૂઆત નથી કરતું અથવા બાંયધરી આપતું કે તેના સુધીની પહોંચ કે વપરાશ દખલવિહિન કે ચૂક વગરની હશે.
a. તમે અને સ્નેપ આ શરતોનો તત્કાળ અંત લાવી શકે છે : (i) જો કોઈ પક્ષકાર સામેના પક્ષકાર દ્વારા કરારનું પાલન ન થવા સંદર્ભની લેખિત નોટિસ મળ્યાના પંદર દિવસની અંદર આ શરતો મુજબ કરાર ભંગને દુરસ્ત કરવામાં નિષ્ફળ રહે ; અથવા (ii) અન્યપક્ષકારને આ સ્થિતિ મુજબની લેખિતમાં નોટિસ મળ્યેથી : (x) કોઈ એક પક્ષકારના દેવાની પતાવટ માટે નાદારી, રિસિવરસિપ કે નાદારીની પ્રક્રિયા કે અન્ય કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવે ; અથવા (z) સામેના પક્ષકારનું વિલયન થયેથી.
b. સ્નેપ દ્વારા સ્નેપના એકાધિકારથી ક્યારેય પણ, આ શરતો સાથે/અથવા નોટિસ વગર તેને સમાપ્ત કરી શકે છે સસ્પેન્ડ કરી શકે છે કે સ્નેપ પ્રૉપર્ટીને કે તેના કોઈ ભાગના એક્સેસને મર્યાદિત કરી શકે છે. આ શરતોની સમાપ્તિ થયેથી અને/અથવા સ્નેપ પ્રૉપર્ટીને તમારો એક્સેસ અટકાવ્યેથી, અથવા સ્નેપની લેખિત વિનંતી ઉપર ગમે ત્યારે, તમે તત્કાળ સ્નેપ પ્રૉપર્ટીને વાપરવાનું કે એક્સેસ કરવાનું અટકાવી દેશો અને રિપૉઝિટરીમાંથી તમે જમા કરાવેલી સામગ્રી તમે ચાહો તો હટાવી શકો છો.
c. કોઈ શંકાને ટાળવા માટે, સ્નેપચેટ ઍપ્લિકેશનમાં લાગુ કરવામાં આવેલી ડિપૉઝિટ થયેલી સમગ્રીના ચાલુ વપરાશનો સ્નેપનો અધિકાર કોઈપણ પૂર્વાગ્રહ વગર ચાલુ રહેશે.
a. આ શરતોની રજૂઆતો કે બાંયધરીઓના કોઈપણ પક્ષકાર દ્વારા ભંગથી અથવાને કારણે ઊભા થતા કોઈ પણ તૃતીય-પક્ષીય દાવા, ફરિયાદ, માગ, ખટલા, પ્રક્રિયા કે અન્ય કોઈ તૃતિય-પક્ષીય કાર્યવાહી (દરેક, "દાવા")થી દરેક પક્ષકાર પોતાના ડાયરેક્ટર, અધિકારીઓ, કર્મચારીઓ અને એજન્ટને આવી કોઈ જવાબદારી, નુકસાન ખર્ચ કે આનુષંગિક ખર્ચ (જેમાં ઍટર્નીની વ્યાજબી ફીનો પણ સમાવેશ થાય છે)ની કાયદેસરની જવાબદારી સામે રક્ષણ આપશે, બચાવ કરશે તથા અન્ય પક્ષકારને બિનહાનિકારક રહેશે.
b. નુકસાનની કાયદેસરની જવાબદારી સામે રક્ષણ મેળવવા માગતું પક્ષકાર તરત જ કાયદેસરની જવાબદારી સામે રક્ષણ આપનાર પક્ષકારને કોઈપણ દાવા વિશે લેખિતમાં જણાવશે, આવી જાણ કરવામાં નિષ્ફળ રહેનાર પક્ષકાર આ પરિચ્છેદ હેઠળ, નિષ્ફળ રહેવાને કારણે જે અસર થઈ હોય એટલા પૂરતા કોઈપણ જવાબદારી કે બાંયધરીમાંથી મુક્ત નહીં થઈ શકે. કાયદેસરની જવાબદારીનો સામનો કરનાર પક્ષકારને તેમના ખર્ચે કોઈપણ દાવાના બચાવ, સમાધાન કે પતાવટમાં બચાવ કરનાર પક્ષ વ્યાજબી સહકાર આપશે. કાયદેસરની જવાદારી સામે રક્ષણ આપનાર પક્ષ કાયદેસરની જવાદબારીનો સામનો કરનાર પક્ષની આગોતરી લેખિત મંજૂરી વગર કોઈપણ દાવામાં સમાધાન કે પતાવટ નહીં કરે અને તેને ગેરવ્યાજબી રીતે અટકાવવી ન જોઈએ. કાયદાકીય જવાબદારી સામે રક્ષણ આપનાર પક્ષ (પોતાના ખર્ચે) દાવાના બચાવ, સમાધાન કે પતાવટમાં પોતાની પસંદગીના વકીલ સાથે સામેલ થઈ શકે છે.
સદંતર બેકાળજી સિવાયની સ્થિતિમાં અથવા ઇરાદાપૂર્કવના ગેરઆચરણમાં, બૌદ્ધિક સંપદાના અધિકારના ભંગ અથવા પરિચ્છેદ 5, 6 અને 8 હેઠળ ઊભી થતી જવાબદારીઓ માટે કાયદા દ્વારા માન્ય હોય તે હદ સુધી, કોઈપણ પક્ષકાર કે તેના સહયોગીઓ કોઈપણ પ્રકારના અપ્રત્યક્ષ, આનુષંગિક, વિશેષ પરિણામરૂપ, શિક્ષાત્મક કે બહુ બધા નુકસાનના દાવા, કે અન્ય કોઈ નફામાં ઘટાડા, મહેસૂલ કે વેપારી, નુકસાન થવા વિશે સલાહ આપવામાં આવી હોવા છતાં આ આ શરતો હેઠળ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ કે અન્ય કોઈ ડેટાના નુકસાન, વપરાશ કે પ્રતિષ્ઠાને કે માપી ન શકાય તેવા નુકસાનને માટે જવાબદાર નહીં હોય.
a. સૂચનાઓ Snap તમને ઈ-મેલ દ્વારા સૂચનાઓ આપી શકે છે. તમારે એ વાતની ખાતરી કરવી રહી કે તમે તમારા સંપર્ક તથા એકાઉન્ટ સંબંધિત માહિતી તાજેતરની અને ખરી છે, અને જો આવી માહિતીમાં કોઈ ફેરફાર હોય તો તમે તત્કાળ Snapને લેખિતમાં જાણ કરશો. તમારા દ્વારા Snapને મોકલવામાં આવેલી નોટિસ લેખિતમાં હોવી જોઈએ અને નીચેના સરનામે અથવા તો Snap દ્વારા લેખિતમાં જણાવવામાં આવે તેવા અન્ય કોઈ સરનામે લેખિતમાં: Snap Incને હોય તો, 3000 31st St. Suite C, Santa Monica, CA 90405, Attn: General Counsel ને લેખિતમાં અને તેની નકલ; legalnotices@snap.comને મોકલવી; અને (ii) જો Snap Group Limitedને હોય તો, 7-11, Lexington Street, London, United Kingdom, W1F 9AF, Attn: General Counselને; સાથે તેની નકલ legalnotices@snap.com પર મોકલવી. નોટિસ મળી હોવાનું વ્યક્તિગત રીતે મળ્યેથી, આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત ટપાલ વ્યવસ્થા (જેમ કે, ફેડરલ એક્સપ્રેસ), ઓવરનાઇટ કુરિયર, પ્રમાણિત અથવા રજિસ્ટર્ડ ટપાલ, અગાઉથી ચૂકવાયેલી ટપાલ, રિટર્ન રિસિપ્ટની વિનંતી વાળી કે ઈમેલ દ્વારા વૈધ રીતે પ્રસારણથી માન્ય રહેશે.
b. કરારના સમય બાદ આ શરતોના સમાપ્ત થયા બાદ પણ નીચેના પરિચ્છેદ યથાવત્ રહેશે: પરિચ્છેદ 1(d), 3 (b), 4 થકી 6, 7(c) અને આ દ્વારા 10, તથા આ શરતોની અન્ય કોઈ જોગવાઈ, જેના કારણે સાતત્યપૂર્ણ જવાબદારી ઊભી થતી હોય. આ શરતોની સમાપ્તિની તારીખે અન્ય તમામ જવાબદારીઓનો અંત આવશે.
c. પક્ષકારો વચ્ચેના સંબંધ આ શરતો હેઠળ પક્ષકારો વચ્ચે એજન્સી, ભાગિદારી કે સંયુક્ત સાહસનો સંબંધ સ્થાપિત નથી થતો.
d. હસ્તાંતરણ તમે આ શરતો કે તેનો કોઈ ભાગ, Snapની લેખિત મંજૂરી વગર મર્જર, કાયદા દ્વારા, એકત્રીકરણ દ્વારા, પુનઃગઠન દ્વારા, સંપૂર્ણ કે નોંધપાત્ર પ્રમાણમાં આંશિક રીતે સંપત્તિના વેચાણ દ્વારા કે બીજી કોઈ રીતે અન્યને હસ્તાંતરિત નહીં કરો.
e. અપવાદાત્મક શરત અને હકઅધિકારનો પરિત્યાગ જો આ શરતોમાંની કોઈ જોગવાઈ લાગુ ન કરી શકાય એવી અથવા તો અમાન્ય માલૂમ પડે, તો તેના કારણે આ શરતોની અન્ય જોગવાઈઓને કોઈ અસર નહીં થાય. એક વખત આ શરતોની કોઈ જોગવાઈને લાગુ કરવામાં નિષ્ફળતા મળે અથવા તો હકઅધિકારનો પરિત્યાગ થાય તો તે પક્ષકારને પછીથી તે જોગવાઈ કે અન્ય કોઈ જોગવાઈને લાગુ કરતા અટકાવશે નહીં.
f. નિયામક કાયદો; એકમાત્ર સ્થાન; ન્યાક્ષેત્રની સહમતી; અને જ્યુરી ટ્રાયલના હકઅધિકારનો પરિત્યાગ આ શરતો અને તેના પાલન સંબંધિત અન્ય કોઈ, અપકૃત્યના દાવા સહિત પણ મર્યાદિત નહીં એવા દાવાનું નિયમન કેલિફૉર્નિયા રાજ્યના દાવા દ્વારા થશે, અને તેનાથી હિતસંઘર્ષના કોઈ કાયદાકીય સિદ્ધાંતોને અસર નહીં થાય. આ શરતોને કારણે અથવા તો તેના કારણે ઊભા થતા કોઈ વિવાદ યુનાઇટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ કોર્ટની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ઑફ કેલિફૉર્નિયા સમક્ષ લાવવામાં આવશે, પરંતુ જો તે દાવા સંબંધિત મૂળભૂતઃ ન્યાયક્ષેત્ર ન ધરાવતી હોય તો, લૉસ એન્જલ્સ કાઉન્ટની સુપિરિયર કૉર્ટ ઑફ કેલિફૉર્નિયા પાસે દાવાના નિકાલ માટેનું એકમાત્ર મંચ રહેશે. પક્ષકારો બંને કોર્ટના નિર્ધારિત ન્યાયક્ષેત્ર અંગે સહમતિ આપે છે. કોઈ પક્ષકાર દ્વારા કે વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી કે પ્રક્રિયામાં જ્યુરી દ્વારા ખટલો ચલાવવાના અધિકારનો દરેક પક્ષ દ્વારા વ્યક્ત રીતે પરિત્યાગ કરવામાં આવે છે.
g. અર્થઘટન પરિચ્છેદના સંદર્ભમાં તેના તમામ પેટાપરિચ્છેદ પણ સામેલ છે. આ વિભાગના મથાળા ફક્ત અનુકૂળતા માટે છે અને આ શરતોનું અર્થઘટન કેવી રીતે કરવામાં આવે છે તેને અસર કરશે નહીં. જ્યાં સુધી આ શરતો સ્પષ્ટપણે "વ્યવસાયિક દિવસો" ના સંદર્ભમાં ન જણાવે, ત્યાં સુધી "દિવસો" નો સંદર્ભ કૅલેન્ડર દિવસના અનુસંધાને છે. પક્ષકારો દ્વારા શરતો સંયુક્ત રીતે ઘડવામાં આવી છે એ રીતે તેનું અર્થઘટન થવું જોઈએ, અને ચોક્કસ પક્ષકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે એટલે કોઈ ચોક્કસ જોગવાઈ અન્ય પક્ષકાર વિરુદ્ધ છે, એવું અર્થઘટન ન થવું જોઈએ. "સમાવે છે," "શામેલ છે," અને "શામેલ" જેવા શબ્દોનો અર્થ "મર્યાદા વિના શામેલ છે."
h. ઍટર્નીની ફી આ કરાર અંગે અથવા કરાર સંબંધિત કોઈપણ ક્રિયામાં, પ્રભાવિત પક્ષ તેની વાજબી કાનૂની ફી અને ખર્ચની પુનઃપ્રાપ્તિ માટે હકદાર રહેશે.
i. તૃતીય પક્ષીય હિતધારક નહીં આ શરતો કોઈ તૃતીય પક્ષને લાભ નથી કરાવતી, સિવાય કે સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હોય.
j. પબ્લિસિટી તથા માર્ક્સ દરેક વખતે Snapની આગોતરી લેખિત મંજૂરી વગર, સેવા પ્રદાતા દ્વારા કોઈ જાહેર નિવેદન કરવામાં નહીં આવે જે (i) શરતોના વિષય સંદર્ભે હોય, અથવા Snap સાથેના વ્યવસાયિક સંબંધોના અસ્તિત્વ વિશે હોય; અથવા (ii) સ્નેપ માર્ક્સનો વપરાશ આ શરતો હેઠળ જો Snap વપરાશ માટે અધિકૃત કરે તો, તો આવો વપરાશ માત્ર અને માત્ર સ્નેપને લાભકર્તા હોય તે રીતે થવો જોઈએ અને સંપૂર્ણપણે સ્નેપના વિવેકાનુસાર તેને ગમે ત્યારે પાછું ખેંચી શકાય છે. Snap દ્વારા સેવા પ્રદાતાના નામ, લોગો(સ) કે અન્ય કોઈ ઓળખ આપતી માહિતી કે તસવીરનો કોઈપણ હેતુસર ઉપયોગ થઈ શકે છે. દરેક પક્ષકાર દ્વારા લોગો અને ટ્રૅડમાર્ગના વપરાશ સંબંધિત અન્ય પક્ષકાર દ્વારા લેખિતમાં આપવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે, જેમ કે પક્ષકારનું નામ, લોગો(સ) કે અન્ય કોઈ ઓળખ આપતી માહિતી કે તસવીર ની અહીં મંજૂરી આપવામાં આવી હોય તેટલા પૂરતો ઉપયોગ કરી શકશે.
k. સમગ્ર કરાર; સંઘર્ષો આ શરતો પક્ષકારો વચ્ચે આ વિષય સંબંધિત તમામ શરતો સંદર્ભે સંપૂર્ણ કરારનું ગઠન કરે છે અને આ પક્ષકારો વચ્ચેની આ પહેલાંની કે સમાંતરની બધી ચર્ચાઓનું સ્થાન લે છે. અહીં જણાવવામાં આવ્યું છે તે સિવાય, આ શરતોને પક્ષકારો દ્વારા લેખિતમાં અને સહી વગર સુધારી નહીં શકાય.