Snapchat માર્ગદર્શિકા પર સંગીત
સંગીત તમારી લાગણીઓને પકડી શકે છે, તમારી અભિવ્યક્તિને વધારે છે, તમે ખરેખર કેવું અનુભવો છો તે સ્પષ્ટ કરે છે અને એક ક્ષણ માટે તમારો મનોભાવ ને ખુશખુશાલ કરી શકે છે. તેથી જ અમે સંગીતનું પુસ્તકાલય આપવાનું શરૂ કર્યું છે (જેને આપણે કહીએ છીએ, “સાઉન્ડ્સ") કે જે તમે Snapchat કેમેરાનો ઉપયોગ કરીને ફોટો અને વીડિયો સંદેશાઓમાં ઉમેરી શકો છો (જેને આપણે કહીએ છીએ "Snaps”). તમે સાઉન્ડ્સ દ્વારા શું બનાવો છો તે જોવા માટે અમે ઉત્સાહિત છીએ, પરંતુ કૃપા કરીને ધ્યાનમાં રાખો કે તમારે નીચેના માર્ગદર્શિકાઓનું પાલન કરવું આવશ્યક છે, જે Snap સેવાની શરતો ને પૂરક કરે છે.
તમે અનધિકૃત સંગીત સાંભળવાની સેવા અથવા પ્રીમિયમ મ્યુઝિક વીડિયો સ્ટ્રીમિંગ સેવા બનાવે છે તે રીતે સાઉન્ડ્સનો ઉપયોગ કરીને Snaps બનાવી, મોકલી અથવા પોસ્ટ કરી શકતા નથી.
જ્યારે આપણે રાજકારણ અને ધર્મ અંગે સહિતની સ્વ-અભિવ્યક્તિને સમર્થન આપીએ છીએ, ત્યારે અમે એ પણ માનીએ છીએ કે કલાકારોને તે નક્કી કરવાનો અધિકાર છે કે તેમની કૃતિઓ ક્યારે અને કેવી રીતે રાજકીય અને ધાર્મિક નિવેદનોમાં વપરાય છે. જેમ કે, તમે રાજકીય અથવા ધાર્મિક ભાષણમાં સાઉન્ડ્સનો ઉપયોગ કરી શકતા નથી.
તમે સાઉન્ડ્સનોનો ઉપયોગ સ્નેપ્સ બનાવવા, મોકલવા અથવા પોસ્ટ કરવા માટે કરી શકતા નથી જે અન્યથા Snap સેવાની શરતોનું ઉલ્લંઘનકરે છે , જેમ કે:
સ્નેપ્સ કે જે ગેરકાયદેસર છે;
સ્નેપ્સ કે જે ધમકીભર્યા, અશ્લીલતાજનક, ધિક્કારજનક ભાષા સમાવે છે , હિંસા ભડકાવે છે, અથવા નગ્નતા ધરાવે છે ( સિવાય કે સ્તનપાન કરાવતી અથવા બિન-જાતીય સંદર્ભમાં નગ્નતાના અન્ય નિરૂપણો ), અથવા ગ્રાફિક અથવા અસ્પષ્ટ હિંસા; અથવા
કોઈ મર્યાદા વિના, પબ્લિસિટી, ગોપનીયતા, કોપિરાઇટ, ટ્રેડમાર્ક અથવા અન્ય બૌદ્ધિક-સંપત્તિના અધિકાર સહિતના અન્યના હક્કોનું ઉલ્લંઘન અથવા ઉલ્લંઘન કરતા સ્નેપ્સ.
તમે સાઉન્ડની મૅલડી કે શબ્દોના મૂળભૂત સ્વરૂપમાં ફેરફાર નહીં કરો કે સાઉન્ડના વિવિધ સ્વરૂપોનું સર્જન નહીં કરો. તમે સાઉન્ડનો વાંધાજનક કે અપમાનજનક (અમારા વિવેકાનુસાર) કે જેના કારણે અમારે, અમને લાઇસન્સ આપનાર, સેવાઓ કે અન્ય વપરાશકર્તા ઉપર જવાબદારી ઊભી થાય કે સંકટ ઊભું થાય તેમ હોય.
સાઉન્ડનો ઉપયોગ તમારા વ્યક્તિગત, બિન-વ્યવસાયિક ઉપયોગ માટે છે. સાઉન્ડનો ઉપયોગ Snaps (અથવા Snaps ની શ્રેણી) બનાવવા અથવા મોકલવા અથવા પોસ્ટ કરવા માટે થઈ શકતો નથી કે જે કોઈપણ બ્રાન્ડ, ઉત્પાદનો, માલ અથવા સેવાઓ દ્વારા પ્રાયોજિત હોય કે તેની જાહેરાત કરતો હોય.
સાઉન્ડ્સનો ઉપયોગ કરીને Snaps ફક્ત સેવાઓ દ્વારા જ મોકલી અથવા પોસ્ટ કરી શકાય છે. તમે તૃતીય-પક્ષ સેવાઓ પર સાઉન્ડ્સ સાથે Snaps મોકલી, શેર કરી અથવા પોસ્ટ કરી શકતા નથી. સાઉન્ડ્સનો સમાવેશ કરતાં સ્નેપ્સનું અનધિકૃત વિતરણ, કોઈપણ લાગુ કાયદાને આધિન છે, જેમાં કોપિરાઇટ ઉલ્લંઘન કાયદાઓ, અને કોઈપણ લાગુ તૃતીય-પક્ષ સેવાના અધિકારો, નીતિઓ અને સત્તાનો સમાવેશ થાય છે.
તમે આ નિર્દેશોનું પાલન ન કરતી હોય તે રીતે સાઉન્ડ્સનો ઉપયોગ કરો છો તે હદ સુધી, તમને નોટિસ આપ્યા વિના આવા ઉપયોગને સેવામાંથી દૂર કરી શકાય છે, અને તમે કોપિરાઇટ નિયમભંગ કાયદા સહિત લાગુ કાયદા હેઠળ અમલીકરણને આધિન હોઈ શકો છો. સાઉન્ડ્સમાં ઉપલબ્ધ સંગીત તૃતીય પક્ષોના લાઇસન્સ હેઠળ પ્રદાન કરવામાં આવે છે. તમને લાગુ પડતા અધિકારો ધારકોના અલગ લાઇસન્સ વિના ટેક્સ્ટ અથવા ડેટા માઇનિંગ હેતુઓ માટે આમાંથી કોઈપણ સંગીતનો ઉપયોગ કરવાની પરવાનગી નથી. આવા તમામ અધિકારો લાગુ પડતા અધિકાર ધારકો માટે આરક્ષિત છે.
જો તમારી સામગ્રીમાં સાઉન્ડ્સ સિવાયનું સંગીત છે, તો તમે આવા આવશ્યક સંગીત માટે જરૂરી લાઇસન્સ અને અધિકારો મેળવવા માટે જવાબદાર છો. આવી કોઈ પણ સામગ્રીને ચૂપ કરી, કાઢી અથવા બંધ કરી નાખવામાં આવી શકે છે જો તમારો સંગીતનો ઉપયોગ અધિકૃત નથી. આ સંગીત માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન તમારા Snap એકાઉન્ટને નિષ્ક્રિય કરવા તરફ દોરી શકે છે. સાઉન્ડ્સ બધા પ્રદેશોમાં ઉપલબ્ધ ન હોઈ શકે.