સાર્વજનિક સામગ્રી પ્રદર્શન શરતો
આ સાર્વજનિક સામગ્રી પ્રદર્શિત શરતોમાં, "Snap", "અમે" અને "અમને" નો અર્થ Snap Inc. (જો તમે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા હો અથવા જો તમે યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થિત કોઈ વ્યવસાય વતી સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છો) અથવા Snap Group Limited (જો તમે રહેતા હોય અથવા બીજે ક્યાંક સ્થિત વ્યવસાય વતી સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છો). Snap ના ઓડિઓવિઝ્યુઅલ પ્લેયર અથવા અન્ય ઉત્પાદન(નો) ને એમ્બેડ કરીને કે અમે તમને ઉપલબ્ધ કરાવીએ છીએ( ધ "એમ્બેડ”), તમે આ સાર્વજનિક સામગ્રી પ્રદર્શન શરતોથી સંમત થાઓ છો, જે અમારી સેવાની શરતો,ગોપનિયતા નીતિ ,સમુદાય દિશાનિર્દેશો, અને જાહેરાતની નીતિઓ સંદર્ભે સામેલ છે. (સંયુક્તપણ, અને આ સાર્વજનિક સામગ્રી પ્રદર્શનની શરતો સાથે, "શરતો"). એમ્બેડ અમારી સેવાઓમાંની એક છે, કારણ કે તે શબ્દ અમારી સેવાની શરતોમાં નિર્ધારિત છે અને બધી શરતો દરમ્યાન વપરાય છે. કૃપા કરીને શરતો કાળજીપૂર્વક વાંચો. અમે સૂચના વિના કોઈપણ સમયે શરતોને અપડેટ અથવા બદલી શકીએ છીએ, તેથી કૃપા કરીને તેમને નિયમિત રૂપે પણ વાંચતા રહો. સેવાનો ઉપયોગ ચાલુ રાખીને, તમે શરતોમાં કોઈપણ અપડેટને સ્વીકારો છો. આ સાર્વજનિક સામગ્રી પ્રદર્શન શરતોનું અન્ય સેવાનું સંચાલન કરતી શરતો સાથે જો વિરોધાભાસ ઉભો થશે તે જગ્યાએ સાર્વજનિક સામગ્રી પ્રદર્શનની શરતો જ લાગુ પડશે.
સર્વિસ રીમાઇન્ડર અને આર્બિટ્રેશન સૂચનાની શરતો: યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા અમારા વપરાશકર્તાઓ અને વ્યવસાયો જે અમેરિકામાં આવેલા છે તેને યાદ અપાવીએ છીએ,સેવાની અમારી શરતો, જેમાં નીચેના વિભાગોનો સમાવેશ થાય છેઃ અનિશ્ચિતતા, ડિસ્ક્લેમર, જવાબદારીની મર્યાદા અને મધ્યસ્થતા, વર્ગ-કાર્યવાહી અને જ્યુરી માફી, આ જાહેર સામગ્રીમાં લાગુ પડે છે અને તેનો સમાવેશ કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે, અમારી સેવાની શરતોમાં ઉલ્લેખ કરાયેલા અમુક પ્રકારના વિવાદો સિવાય, તમે અને SNAP સંમત થાવ છો કે આપણી વચ્ચેના વિવાદોને ફરજિયાત બંધનકર્તા મધ્યસ્થતા દ્વારા ઉકેલવામાં આવશે અને તમે અને SNAP વર્ગ-કાર્ય દાવામાં ભાગ લેવાનો કોઈ પણ અધિકાર જતો કરો છો.
SNAP તમને વ્યક્તિગત, વિશ્વવ્યાપી, બિન-વિશિષ્ટ, રોયલ્ટી-મુક્ત, બિન-સ્થાનાંતરિત, બિન-ઉપાર્જિત, રદ કરી શકાય તેવું લાયસન્સ આપે છે જેથી જાહેર સામગ્રીનું વિતરણ કરવા માટે વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન પર એમ્બેડનો ઉપયોગ કરવા માટે (એ) સાર્વજનિક સામગ્રીનું (જે અમારી સેવાની શરતોમાં દર્શાવેલ છે) વિતરણ કરવા માટે વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન પર એમ્બેડનો ઉપયોગ કરી શકાય અને (બી) Snapchat નું નામ અને લોગો પ્રદર્શિત કરે છે, પૂર્ણરુપે એમ્બેડના સ્રોત તરીકે Snapchat એપ્લિકેશનને આભારી છે.
આ વિભાગમાં તમને સ્પષ્ટ સ્વરુપે આપવામાં ન આવેલા બધા જ અધિકારો Snap દ્વારા આરક્ષિત છે. આ શરતોમાં કંઈ પણ તમને કોઈ પણ પ્રકારનું ગર્ભિત લાયસન્સ આપવામાં આવતું નથી.
એમ્બેડિંગનો ઉપયોગ કરીને, તમે Snapchat એપ્લિકેશનની બહાર સાર્વજનિક સામગ્રી પ્રદર્શિત કરી શકશો. અમે આ સુવિધા પ્રદાન કરીએ છીએ જેથી આપણા સમુદાયના સભ્યો (તમારા સહિત) વ્યાપક પ્રેક્ષકોને સાર્વજનિક સામગ્રી શેર કરી શકે, ત્યારે તમારે તેનો ઉપયોગ કરતી વખતે નીચેની બાબતોનું પાલન કરવું આવશ્યક છે:
હંમેશા એમ્બેડનો ઉપયોગ કરો અને Snapchat બ્રાન્ડ માર્ગદર્શિકા સહિત અમે પૂરી પાડેલી કોઈ પણ બ્રાન્ડિંગ અથવા એટ્રિબ્યુશન જરૂરિયાતોનું પાલન કરીને જાહેર સામગ્રી દર્શાવો.
યાદ અપાવી દઇએ કે, તમારા દ્વારા એમ્બેડનો ઉપયોગ પણ એક રીતે Snapchat નો ઉપયોગ છે અને અમારા સમુદાય દિશાનિર્દેશોનું પાલન કરવું ફરજિયાત છે.
આ સાર્વજનિક સામગ્રી દર્શાવવાની શરતોને આધીન અમે તમને જે લાયસન્સ આપ્યું છે તેમાં ત્રીજો પક્ષ બૌદ્ધિક સંપત્તિ અથવા અન્ય માલિકીના હક્કો કે જે સાર્વજનિક સામગ્રીમાં શામેલ હોઈ શકે છે તે માટેનું લાયસન્સ શામેલ નથી. તમે વેબસાઇટ પર સાર્વજનિક સામગ્રીનો ઉપયોગ અને વિતરણ કરતા પહેલા, અથવા એમ્બેડિંગનો ઉપયોગ કરીને મોબાઇલ એપ્લિકેશન પર ઉપયોગ કરતા પહેલા, બધા જરૂરી હક્કો, પરવાનગી અને લાયસન્સ મેળવવા માટે સંમત થાવ છો.
અમારા દ્વારા અથવા જાહેર સામગ્રીના અન્ય કોઈ માલિક દ્વારા સાર્વજનિક સામગ્રીના ઉપયોગ પર લાદવામાં આવેલી કોઈ પણ આવશ્યકતાઓ અથવા પ્રતિબંધોનું હંમેશાં પાલન કરો.
કોઈ પણ સાર્વજનિક સામગ્રી અને સંબંધિત એમ્બેડ કે જે અમે - અથવા સાર્વજનિક સામગ્રીના માલિક, જો તમને દૂર કરવાનું કહે - તો તુરંત જ તેને દૂર કરો.
સાર્વજનિક સામગ્રીના માલિકની સ્પષ્ટ મંજૂરી વિના કોઈપણ જાહેરાત અથવા જાહેરાતમાં દર્શાવેલા ઉત્પાદનની સાર્વજનિક સામગ્રીનો ઉપયોગ કરશો નહીં.
કોઈ પણ વપરાશકર્તા અથવા ત્રીજા સામગ્રી પ્રદાતા દ્વારા Snap સાથે સ્પોન્સરશિપ, સમર્થન અથવા ખોટા જોડાણને દર્શાવવા માટે એમ્બેડ અથવા જાહેર સામગ્રીનો ઉપયોગ કરશો નહીં.
શરતોનું ઉલ્લંઘન થાય તે રીતે એમ્બેડ અથવા સાર્વજનિક સામગ્રી અથવા Snapchat એપ્લિકેશનથી સંબંધિત ડેટાને એકત્રિત કરશો નહીં.
હંમેશાં એમ્બેડ અને પ્રદર્શિત સાર્વજનિક સામગ્રીનો ઉપયોગ બધા લાગુ પડતા કાયદા, નિયમો અને નિર્દેશોના પાલન સાથે જ કરો.
વેબસાઇટ કે મોબાઇલ એપ્લિકેશન પર શરતો સાથે વિરોધાભાસ ઉભો થાય તેવી એમ્બેડ અથવા સાર્વજનિક સામગ્રીનો ઉપયોગ કરશો નહીં.
એમ્બેડ અથવા સાર્વજનિક સામગ્રીનો ઉપયોગ એવી રીતે કરશો નહીં કે જે દર્શાવે કે તે Snapchat એપ્લિકેશન સિવાય કોઈ અન્ય સામાજિક પ્લેટફોર્મ અથવા માધ્યમ તરફથી છે.
Snapchat એપ્લિકેશનની નકલ કરવા અથવા તેની સાથે સ્પર્ધા કરવા માટે એમ્બેડ અથવા સાર્વજનિક સામગ્રીનો ઉપયોગ કરશો નહીં.
અમારી અન્ય કોઈ પણ શરતોમાં સમાવિષ્ટ અસ્વીકરણ ઉપરાંત, વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન પર જાહેર સામગ્રી પ્રદર્શિત કરીને, તમે એ સમજો છો કે જાહેર સમાગ્રી અમારા વપરાશકર્તાઓ દ્વારા બનાવવામાં આવે છે અને તે તમામ દર્શકો અથવા ઉંમર માટે યોગ્ય ન હોઈ શકે. જેમ કે, તમે સંમત થાઓ છો કે સાર્વજનિક સામગ્રી પર આધારિત અથવા ઉદ્ભવતા કોઈપણ દાવા માટે Snap જવાબદાર નથી.