જો તમે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા હો, તો તમે Snap Inc.ની કોમ્યુનિટી જીઓફિલ્ટર્સના નિયમો અને શરતો સાથે સંમત થાઓ છો.
જો તમે યુનાઇટેડ સ્ટેટ્સની બહાર રહો છો, તો તમે Snap ગ્રૂપ લિમિટેડ સાથેના કોમ્યુનિટી જીઓ ફિલ્ટર નિયમો અને શરતો સાથે સંમત થાઓ છો.
જો તમે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા હો, તો તમે Snap Inc.ની કોમ્યુનિટી જીઓફિલ્ટર્સના નિયમો અને શરતો સાથે સંમત થાઓ છો.
જો તમે યુનાઇટેડ સ્ટેટ્સની બહાર રહો છો, તો તમે Snap ગ્રૂપ લિમિટેડ સાથેના કોમ્યુનિટી જીઓ ફિલ્ટર નિયમો અને શરતો સાથે સંમત થાઓ છો.
Snap Inc. કોમ્યુનિટિ જીઓ ફિલ્ટર નિયમો અને શરતો
અસરકારક: 10 જાન્યુઆરી, 2017
કૃપા કરીને નોંધ લો: પછીથી આ શરતોમાં લવાદી માટેનો ખંડ સામેલ છે. લવાદ કલમ માં ઉલ્લેખિત વિવાદોના ચોક્કસ પ્રકારો સિવાય, તમે અને Snap Inc. સંમત થાઓ છો કે આપણા વચ્ચેના વિવાદો, SNAP INC. સેવાની શરતોની ફરજીયાત બંધનકર્તા લવાદી જોગવાઈ થી ઉકેલાઈ જશે વર્ગ-ક્રિયાના કાયદાકીય મુકદ્દમા અથવા વર્ગ-વ્યાપક આર્બિટ્રેશનના કોઈપણ દાવાને છોડી દેશો.
કૃપા કરીને આ જીઓ ફિલ્ટર નિયમો અને શરતો ("શરતો") ને ધ્યાનપૂર્વક વાંચો. જો તમે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહો છો, તો શરતો એ તમને છબી ફાઇલ ("એસેટ")ને Snap Inc.ને જીઓ ફિલ્ટર ("જીઓ ફિલ્ટર") તરીકે ઉપયોગ કરવા માટે રજૂ કરે છે. શરતો તમારા Snap Inc. વચ્ચે કાયદેસર રીતે બંધાયેલા કરાર બનાવે છે. એસેટ સબમિટ કરીને તમે આ શરતો દ્વારા બંધાયેલા હોવાનું સંમત થાઓ છો. જો તમે આ શરતો સાથે સંમત ન હોવ, તો એસેટ સબમિટ કરશો નહીં.
આ શરતો અમારી સેવાની શરતો, કોમ્યુનિટીના નિયમો, પ્રાઇવસી પોલિસી, અને પ્રસ્તુતિકરણ માર્ગદર્શિકા ના સંદર્ભ દ્વારા સમાવિષ્ટ છે, તેથી કૃપા કરીને તે દરેકને ધ્યાનથી વાંચો. અન્ય બાબતો સાથે, આનો અર્થ એ છે કે તમારી એસેટનું પ્રસ્તુતિકરણ સેવાની શરતોમાં અસ્વીકરણ અને કાનૂની જવાબદારીની મર્યાદાઓને આધીન છે અને તમારા પ્રસ્તુતિકરણ દરમિયાન અમે તમારી પાસેથી જે માહિતી એકત્રિત કરીએ છીએ તે અમારી પ્રાઇવસી પોલિસીને આધીન છે. આ શરતો સેવાની શરતો, કોમ્યુનિટીના નિયમો, પ્રાઇવસી પોલિસી અથવા પ્રસ્તુતિકરણ માર્ગદર્શિકા સાથે વિરોધાભાસી હોય તે હદ સુધી, આ શરતો નિયમન કરશે.
તમે ખાતરી આપો છો કે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની (અથવા તમે જ્યાં રહો છો ત્યાંની વયસ્કતાની ઉંમર) છે અને આ શરતોથી સંમત થવા અને તેનું પાલન કરવા માટે સક્ષમ અને અધિકૃત છો. જો તમે એસેટ સબમિટ કરવા માંગતા હોવ અને તમારી ઉંમર વયસ્કતાથી ઓછી હોય, તો તમારી પાસે તમારા માતા-પિતાની સ્પષ્ટ પરવાનગી હોવી આવશ્યક છે.tx
જ્યારે તમે એસેટ સબમિટ કરો છો, ત્યારે તમે Snap Inc.ને પૂછતા હોવ કે Snapchat એપ્લિકેશનના વપરાશકર્તાઓને એસેટને તેમની Snaps પર ચોક્કસ સ્થળે (જીઓફેન્સ") મૂકી દો. એસેટ અમારા કોમ્યુનિટીના નિયમો નું પાલન કરવું જોઈએ અને અમારા પ્રસ્તુતિકરણ માર્ગદર્શિકા ને ફોલો કરે તે આવશ્યક છે.
તમે સ્વીકારો છો અને સંમત થાઓ છો કે કોઈ એસેટ જીઓ ફિલ્ટર તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને જો એમ હોય તો, એ ક્યારે કરવામાં આવશે એ નક્કી કરવાનો Snap Inc. પાસે કોઈ પ્રતિબંધ વગરનો અધિકાર છે. અમે અમારી સંપૂર્ણ વિવેકબુદ્ધિથી જીઓ ફેન્સને સમાયોજિત કરી શકીએ છીએ.
તમે Snap Inc. અને સહયોગીઓ માટે એકમાત્ર, કાયમી, અપ્રતિબંધિત, બિનશરતી, અમર્યાદિત, સ્થાનાંતરિત, આંશિક પરવાનગી આપવા ન યોગ્ય, પાછું ન લઈ શકાય તેવું, રોયલ-ફ્રી, આર્કાઇવ કૉપિ માટે વિશ્વવ્યાપી લાયસન્સ, કૉપિ, કેશ, એન્કોડ, સ્ટોર, રિપ્રોડ્યુસ, રકોર્ડ, વેચાણ, સબલાયસન્સ, વિતરણ, ટ્રાન્સમિટ, પ્રસારિત કરવા, સિંક્રોનાઇઝ, અડેપ્ટ, એડિટ, ફેરફાર કરવા, સાર્વજનિક રીતે પ્રદર્શન, જાહેર રીતે પ્રદર્શન, પ્રકાશિત, ફરીથી પ્રકાશિત કરવા, પ્રચાર કરવા, પ્રદર્શન કરવા, એના પર આધારિત કામો બનાવવા અને સેવાના (સેવાની શરતોમાં વર્ણવ્યા પ્રમાણે) સંદર્ભમાં એસેટનો ઉપયોગ કરવા માટે અને હમણાં જાણીતા કે પછી વિકસાવવામાં આવેલા કોઈ પણ માધ્યમ કે મીડિયા પર કોઈ પણ ટેક્નોલોજી અથવા ડિવાઇસ હમણાં જાણીતી કે પછી વિકસાવવામાં આવેલી હોય તેના પર જાહેરાત કરવા, માર્કેટિંગ કરવા અને એનો પ્રચાર કરવા તમે પરવાનગી આપો છો. આ લાયસન્સમાં Snap Inc. અને તેના સહયોગીઓ માટે એસેટને Snapchat વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ કરાવવા, Snapchat વપરાશકર્તાઓ વચ્ચે શેર કરવા અને તેમના ઉપકરણોમાં સાચવવા માટે અધિકાર શામેલ છે.
તમે સ્વીકારો છો અને સંમત થાઓ છો કે Snapchat વપરાશકર્તાઓ જીઓફિલ્ટરના રન ટાઈમ દરમિયાન અને તેનાથી આગળ જીઓ ફિલ્ટરને સમાવિષ્ટ કરતા Snaps ને સાચવવા, શેર કરવા અને જોવા માટે સક્ષમ હોઈ શકે છે. તમે સ્વીકારો છો કે Snapchat વપરાશકર્તાઓ એસેટનો ઉપયોગ તમારા ધાર્યા સિવાયના હેતુઓ માટે અથવા અન્ય રીતે કરી શકે છે. તમે સંમત થાઓ છો કે આવા ઉપયોગો વપરાશકર્તા દ્વારા જનરેટ કરેલી સામગ્રી રચે છે Snap Inc. કોઈ જવાબદારી ધરાવતી નથી. તમે સંમત થાઓ Snap Inc. કોઈ પણ દાવા અથવા નુકસાન માટે કાનૂની રીતે જવાબદાર નથી કે જે કોઈ પણ વપરાશકર્તા દ્વારા જનરેટ કરેલી સામગ્રી પર આધારિત અથવા તેના પર આધારિત હોય, જેમાં વપરાશકર્તા સામગ્રી સહિત પરંતુ મર્યાદિત નથી કે જે એસેટનો ઉપયોગ કરે છે, કે ભલે સેવાઓ અથવા તેની આગળ હોય.
તમે સંમત થાઓ છો કે Snap ગ્રૂપ લિમિટેડ, Snap Inc. અથવા તેના સહયોગીઓ તમને અથવા કોઈ પણ તૃતીય પક્ષને એસેટ અથવા એસેટના કોઈ પણ ઉપયોગ માટે કોઈ પણ વિચારણા અથવા વળતર ચૂકવવાની કોઈ જવાબદારી હેઠળ નથી. કાયદા દ્વારા માન્ય હદ સુધી, તમે Snap Inc. અને તેના સહયોગીઓ સામે અપરિવર્તનશીલ છૂટ આપવા અથવા દાવો ન માંડવા સંમતિ દર્શાવો છો, એ હદ સુધી કે હક ધરાવનારને પરવાનગી ન હોય. એમાં એસેટ પર રહેલા તમારા વિશ્વવ્યાપી બીજા હકો અથવા સમકક્ષ અધિકારોનો સમાવેશ થાય છે. તમે સંમત થાઓ Snap Inc. પોતાની વિવેકબુદ્ધિથી એસેટને રિસાઇઝ કરી શકે છે, તેની પારદર્શિતા સેટ કરી શકે છે અને એસેટ પર અન્ય ફેરફારો કરી શકે છે.
જો Snap Inc. સેવાઓ પર સંપત્તિ ઉપલબ્ધ કરાવે, તો તમે સ્વીકારો છો અને સંમતિ આપો છો કે Snap પાસે આ સંપત્તિ તમારા પર સાર્વજનિક રીતે આરોપિત કરવાનો અધિકાર છે (પરંતુ કોઈ બંધન નથી), જેમાં તમારું નામ અને શહેર, રાજ્ય અને દેશ, તમે સુપરત કર્યું હોય તે પ્રમાણે અથવા તમારા Snapchat અકાઉન્ટ સાથે જોડાયેલા હોય તે પ્રમાણે પોસ્ટ કરવાનો પણ સમાવેશ થાય છે.
જ્યારે તમે એસેટ સબમિટ કરશો, ત્યારે અમે તમારા Snapchat અકાઉન્ટ સાથે જોડાયેલા ઇમેઇલ એડ્રેસ પર પ્રસ્તુતિકરણ કન્ફર્મેશન ઇમેઇલ કરીશું. પ્રસ્તુતિકરણ કન્ફર્મેશનનો અર્થ એ નથી કે અમે તમારું પ્રસ્તુતિકરણ મંજૂર કર્યું છે. અમે કોઈપણ કારણસર અને કોઈપણ સમયે તમારા પ્રસ્તુતિકરણને સ્વીકારવાનો અથવા નકારવાનો અધિકાર અનામત રાખીએ છીએ, જેમાં જીઓ ફિલ્ટર ચાલવાનું શરૂ થઈ જાય તે પછીનો પણ સમાવેશ થાય છે. કોઈપણ પ્રસ્તુતિકરણ સ્વીકારતા પહેલા અમને વધારાની ચકાસણી અથવા માહિતીની જરૂર પડી શકે છે.
અમે તમને તમારા પ્રસ્તુતિકરણ અથવા જીઓ ફિલ્ટર વિશે અન્ય ઇમેઇલ્સ મોકલી શકીએ છીએ, જેમાં જીઓ ફિલ્ટરની સ્થિતિ, ફેરફારો, અપડેટ્સ અથવા રદ કરવા વિશેનો સમાવેશ થાય છે. અમે તમને જીઓ ફિલ્ટર સાથેના તમારા અનુભવ વિશે અથવા તમારા પ્રસ્તુતિકરણને લગતા અન્ય સંદેશાવ્યવહાર વિશે ઇમેઇલ પણ મોકલી શકીએ છીએ. કોઈ એસેટને સબમિટ કરીને તમે Snap Inc.ને અને તેના સહયોગીઓને સંમતિ આપો છો કે શરતોમાં વર્ણવ્યા પ્રમાણે ઇમેઇલ સંદેશાવ્યવહાર કરવામાં આવશે.
તમે સંમતિ આપો છો કે અમે તમને ઇલેક્ટ્રૉનિક રીતે પૂરી પાડીએ તેવી બધી સમજૂતીઓ, નોટિસો, પ્રકટીકરણો અને અન્ય સંવાદો એવી કાનૂની આવશ્યકતાને પૂરી કરતાં હોય કે આવા સંવાદો લેખિતમાં હોવા જોઈએ.
જો જીઓ ફિલ્ટર સેવાઓ પર ઉપલબ્ધ કરાવવામાં આવે, તો અમે તેને Snapchat વપરાશકર્તાઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું જેઓ જીઓ સરહદમાં સ્થિત છે. અમે સંપૂર્ણ ડિલિવરીની બાંહેધરી આપતા નથી, અને અમે બાંહેધરી આપતા નથી કે કોઈપણ Snapchat વપરાશકર્તાઓ જીઓ ફિલ્ટરનો ઉપયોગ કરવાનું પસંદ કરશે. જીઓ સરહદની અંદરના કેટલાક Snapchat વપરાશકર્તાઓ જીઓ ફિલ્ટરને જોઈ શકતા નથી, અને જીઓ સરહદની બહારના કેટલાક લોકો જીઓ ફિલ્ટર જોઈ શકે છે. ડિલિવરીની સચોટતા અમુક અંશે Snapchat વપરાશકર્તાના GPS અથવા Wi-Fi સિગ્નલની તાકાત પર આધારિત છે. સ્થાન સેવાઓ અથવા ફિલ્ટર્સ અક્ષમ કરેલા Snapchat વપરાશકર્તાઓ જીઓ ફિલ્ટર્સ જોઈ શકશે નહીં.
અમે અમારી સંપૂર્ણ વિવેકબુદ્ધિથી તમારી સાથે જીઓ ફિલ્ટરના ઉપયોગ વિશે માહિતી શેર કરવાનું પસંદ કરી શકીએ છીએ. જ્યાં સુધી અમે તમને લેખિતમાં સ્પષ્ટ પરવાનગી ન આપીએ, ત્યાં સુધી તમે તે માહિતીનો ઉપયોગ વ્યાપારી હેતુઓ માટે કરી શકશો નહીં.
જો તમે સ્વીપસ્ટેક્સ, હરીફાઈ, ઑફર અથવા અન્ય પ્રચાર (દરેક, "પ્રચાર") ના ભાગ રૂપે જીઓ ફિલ્ટર અથવા સેવાઓના કોઈ પણ ભાગનો ઉપયોગ કરો છો, તો તે જ્યાં પણ હોય ત્યાં તમારા પ્રચાર જ્યાં ઓફર કરો છો ત્યાં, તેમજ અમારા પ્રચારના નિયમો પર લાગુ થતા તમામ કાયદાઓનું પાલન કરવા માટે તમે સંપૂર્ણપણે જવાબદાર છો. જ્યાં સુધી અમે સ્પષ્ટ રીતે લેખિતમાં સંમત ન થઈએ, ત્યાં સુધી Snap તમારા પ્રમોશનના પ્રાયોજક અથવા એડમિનિસ્ટ્રેટર રહેશે નહીં.
તમે રજૂ કરો છો અને બાંયધરી આપો છો કે (a) એસેટ તમારા માટે અસલી છે અને તેમાં કોઈ પણ તૃતીય પક્ષનાં નામ, લોગો, ટ્રેડમાર્ક, સેવા ચિહ્ન, ઇમેજ અથવા એના જેવું કંઈ શામેલ નથી અને તમારી પાસે Snap ગ્રૂપ લિમિટેડ, Snap Inc., અને તેમના સહયોગીઓને એસેટની પરવાનગી આપવાના તમામ અધિકારો છે; (b) એસેટ અમારા કોમ્યુનિટીના નિયમો, અથવા અમારા પ્રસ્તુતિકરણની માર્ગદર્શિકાનું જેવી શરતોનું ઉલ્લંઘન કરતું નથી; (c) એસેટ એ સેવાઓના ઉપયોગમાં ઉલ્લંઘન, દુરુપયોગ અથવા કોઈ પેટન્ટના કૉપીરાઇટ, ટ્રેડમાર્ક, પ્રાઇવેસી અથવા જાહેરાત માટેના અધિકારોનું ઉલ્લંઘન કરતું નથી, (d) તમે અન્ય કોઈ વ્યક્તિ અથવા સંસ્થાને એસેટ સોંપી નથી, પરવાનો આપ્યો નથી અથવા અન્યથા ગીરવે રાખેલ નથી; (e) એસેટ કાયદાનું પાલન કરે છે અને 13 અને તેથી વધુ વયના પ્રેક્ષકો માટે યોગ્ય છે; (f) એસેટ કોઈ પણ તૃતીય પક્ષને બદનામ કરતી નથી, ધમકાવતી નથી, ઈજા પહોંચાડતી નથી અથવા નુકસાન પહોંચાડતી નથી અથવા તેને લાગણીમય તકલીફ પહોંચાડતી નથી અને તે આવું કરશે નહીં; અને (g) એસેટના સંબંધમાં તમે Snap ગ્રૂપ લિમિટેડને આપેલી કોઈ પણ અને બધી માહિતી અને તમારું પ્રસ્તુતિકરણ સચોટ અને સાચું છે. એ ઇવેન્ટમાં Snap Inc. એસેટને મંજૂર કરે છે અને ઉપયોગ કરે છે, આ મંજૂરીની શરતોમાં સમાવેલી તમારી રજૂઆતો અને વોરંટીમાં ઘટાડો અથવા એની મનાઈ નહી કરે.
તમે વધુ રજૂ કરો છો અને બાંયધરી આપો છો (a) કે યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઑફ કોમર્સ બ્યુરો ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ સિક્યુરિટી દ્વારા જાળવવામાં આવેલી કોઈપણ પ્રતિબંધિત પક્ષની સૂચિ, યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરી ઑફ ફોરેન એસેટ કંટ્રોલ ("OFAC") દ્વારા સંચાલિત સ્પેશિયલ ડેઝિગ્નેટેડ નેશનલ્સ લિસ્ટ અને ફોરેન સેંક્શન્સ ઇવેડર્સ લિસ્ટ અને યુ.એસ. દ્વારા જાળવવામાં આવતી નકારાયેલ પક્ષોની સૂચિ, વણચકાસાયેલ સૂચિ અને સંસ્થાની સૂચિ સહિતમાં તમારો સમાવેશ થતો નથી; અને (b) કે તમે એવા કોઈપણ દેશમાં નિવાસી અથવા સ્થિત નથી કે જેની સાથે OFAC અથવા અન્ય લાગુ પ્રતિબંધો દ્વારા વેપાર પ્રતિબંધિત છે.
તમે કાયદા દ્વારા માન્ય હદ સુધી, Snap. Inc. નુકસાન કે કાયદેસરની જવાબદારી સામે રક્ષણ આપવા, બચાવ કરવા અને નુકસાન માટે જવાબદાર ન ઠરવા સંમત થાઓ છો કે અમારા સહયોગીઓ, ડાયરેક્ટર્સ, અધિકારીઓ, શૅરધારકો, કર્મચારીઓ, પરવાનો આપનાર તથા એજન્ટની કોઈ પણ અને દરેક પ્રકારની ફરિયાદ, દરો, નુકસાન, વળતરના દાવા, ખર્ચ, જવાબદારીઓ, અને નીચેના કારણે, ઉદ્ભવતા અથવા કોઈ પણ રીતે સંબંધિત ખર્ચ (વકીલની ફી સહિત) (a) સેવાઓના સંબંધમાં એસેટના અમારા ઉપયોગ; (b) સેવાઓનો તમારો ઉપયોગ અને સેવાઓના સંબંધમાં તમારી પ્રવૃત્તિઓ; (c) સેવાઓના તમારા ઉપયોગ અથવા સેવાઓના સંબંધમાં તમારી પ્રવૃત્તિઓના સંબંધમાં કોઈપણ કાયદાનું તમારું ઉલ્લંઘન અથવા કથિત ઉલ્લંઘન; (d) કોઈપણ દાવો કે સંપત્તિ કોઈપણ કૉપીરાઈટ, ટ્રેડમાર્ક, ટ્રેડ સિક્રેટ, ડિઝાઈન અધિકાર, ટ્રેડ ડ્રેસ, પેટન્ટ, પ્રચાર, ગોપનીયતા અથવા કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થાના અન્ય અધિકારોનું ઉલ્લંઘન કરે છે, ભંગ કરે છે અથવા ગેરઉપયોગ કરે છે; (e) તમારા દ્વારા કોઈપણ છેતરપિંડી અથવા ખોટી રજૂઆત; અથવા (f) તમારા દ્વારા આ શરતોનું કોઈ પણ ઉલ્લંઘન અથવા કથિત ઉલ્લંઘન, જેમાં તમારી રજૂઆતો, વોરંટી અને કાનૂની ફરજના કોઈ પણ વાસ્તવિક અથવા કથિત ભંગનો સમાવેશ થાય છે.
તમે સ્વીકારો છો કે એસેટના સંબંધમાં તમે જે કામ કરો છો તે એક સ્વતંત્ર કોન્ટ્રાક્ટર તરીકે કરવામાં આવશે. આ શરતોમાં એવું કંઈ નથી જે તમારી અને Snap Incની વચ્ચેના કોઈ સંયુક્ત સાહસ, મુખ્ય-એજન્ટ અથવા રોજગારના સંબંધ વિશે સમજૂતી તરીકે દર્શાવતું હોય.
આ શરતો અમારી સેવાની શરતોના કાયદાની જોગવાઈ દ્વારા નિયમન કરવામાં આવે છે.
લવાદી નોટિફિકેશન: તમે અને Snap Inc. સંમત થાઓ છો કે આ શરતો અથવા આ સેવાઓમાંથી ઉદભવતા અથવા તેની સાથે સંબંધિત કાનૂની દાવા અને વિવાદ સહિત (અથવા તો કરાર, TORT, અથવા બીજું કંઈ), વ્યક્તિગત ધોરણે લવાદી દાવો અને વિવાદ સહિત, વ્યક્તિગત રીતે ઉકેલી શકાશે અને તમે ક્લાસ-એક્શન કાયદાનો દાવો અથવા ક્લાસ-લવાદી કોઈ પણ અધિકારને પ્રાપ્ત કરવાનો અથવા અન્ય રીતે ભાગ લેવા માટે સંમત થાઓ છો.
લવાદી કરાર વિશે વધારાની વિગતો માટે કૃપા કરીને આર્બિટ્રેશન ક્લોઝને સેવાની શરતોમાં જુઓ, જે તમારી અને SNAP INC.ની વચ્ચેનો કરાર છે, જેથી આપણી વચ્ચેની તમામ તકરારો થાળે પાડી શકાય, એમાં વ્યક્તિગત લવાદીનો પણ સમાવેશ થાય છે અને એ કોઈ પણ આધીનતાને લાગુ પડે છે.
સમય સમય પર, અમે આ શરતોમાં સુધારાઓ લાવી શકીએ છીએ. તમે ટોચ પર "અમલી" તારીખનો સંદર્ભ લઈને આ શરતો છેલ્લે ક્યારે સુધારી હતી તે નિર્ધારિત કરી શકો છો. જ્યારે અમે અમારી વેબસાઇટ પર અપડેટ કરેલી શરતો પોસ્ટ કરીશું ત્યારે આ શરતોમાં કરેલ કોઈપણ ફેરફારો અમલી બનશે અને તે પછી તમે સબમિટ કરેલી કોઈપણ એસેટ પર લાગુ થશે. આ શરતો અપડેટ થઈ ગયા પછી સબમિટ કરાયેલ એસેટ માટે તમે અપડેટ કરેલી શરતો સાથે સંમત થયા હોવાનું માનવામાં આવશે. જો કોઈ પણ સમયે તમે આ શરતોના કોઈ પણ ભાગ સાથે સંમત ન થાઓ, તો એસેટ સબમિટ કરશો નહીં.
આ શરતો ત્રાહિત પક્ષના લાભાન્વિતના કોઈ અધિકારોનું સર્જન કરતી નથી અથવા આવા અધિકારો પ્રદાન કરતી નથી. જો અમે આ શરતોમાંની કોઈ જોગવાઈનો અમલ ન કરીએ તો તેને ત્યાગ ગણવામાં આવશે નહીં. તમને સ્પષ્ટપણે આપવામાં આવેલ ન હોય એવા બધા અધિકારો અમે સુરક્ષિત રાખીએ છીએ. જો આ શરતોની કોઈપણ જોગવાઈ કોઈપણ કારણોસર અમાન્ય, ગેરકાનૂની, રદબાતલ અથવા સક્ષમ અધિકારક્ષેત્રની અદાલત અથવા લવાદ દ્વારા અમાન્ય માનવામાં આવે છે, તો તે જોગવાઈને આ શરતોમાંથી અલગ કરી શકાય તેવી માનવામાં આવશે, અને જોગવાઈની અમાન્યતા અથવા આ શરતોના બાકીના અમલીકરણ (જે સંપૂર્ણ બળ અને અસરમાં રહેશે) ની માન્યતાને અસર કરશે નહીં. કાયદા દ્વારા માન્ય હોય ત્યાં સુધી, તમે કોઈપણ લાગુ પડતા કાયદેસર અથવા સામાન્ય-કાયદાના અધિકારને છોડી દો છો જે કરારને તેના ડ્રાફ્ટર વિરુદ્ધ અર્થઘટન કરવાની પરવાનગી આપી શકે છે. Snap Inc. આ શરતો હેઠળ કોઈ પણ નોટિસ આપ્યા વગર, સમગ્ર અથવા આંશિક રીતે ગમે તે પક્ષ અથવા ગમે તે સમયે તેના અધિકારો અને કાનૂની ફરજો સોંપી શકે. આ શરતો તમારા દ્વારા સોંપવામાં આવી ન હોય અને તમે Snap Inc.ની પૂર્વ લેખિત સંમતિ વિના તેમના હેઠળ તમારી ફરજો સોંપી શકતા નથી.
Snap ગ્રૂપ લિમિટેડ કોમ્યુનિટી જીઓ ફિલ્ટર નિયમો અને શરતો
અસરકારક: 10 જાન્યુઆરી, 2017
કૃપા કરીને આ જીઓ ફિલ્ટર નિયમો અને શરતો ("શરતો") ને ધ્યાનપૂર્વક વાંચો. જો તમે યુનાઇટેડ સ્ટેટ્સની બહાર રહો છો, તો આ શરતો કોમ્યુનિટી જીઓ ફિલ્ટર (એક "જિઓ ફિલ્ટર") તરીકે ઉપયોગ કરવા માટે Snap ગ્રૂપ લિમિટેડને તમારી ઇમેજ ફાઇલ ("એસેટ") પ્રસ્તુતિકરણને નિયંત્રિત કરે છે. આ શરતો તમારી અને Snap ગ્રૂપ લિમિટેડ વચ્ચે કાયદેસર રીતે બંધનકર્તા કરાર બનાવે છે; એસેટ સબમિટ કરીને, તમે આ શરતોથી બંધાયેલા રહેવા માટે સંમત થાઓ છો. જો તમે આ શરતો સાથે સંમત ન હોવ, તો એસેટ સબમિટ કરશો નહીં.
આ શરતો અમારી સેવાની શરતો, કોમ્યુનિટીના નિયમો, પ્રાઇવસી પોલિસી, અને પ્રસ્તુતિકરણ માર્ગદર્શિકા ના સંદર્ભ દ્વારા સમાવિષ્ટ છે, તેથી કૃપા કરીને તે દરેકને ધ્યાનથી વાંચો. અન્ય બાબતો સાથે, આનો અર્થ એ છે કે તમારી એસેટનું પ્રસ્તુતિકરણ સેવાની શરતોમાં અસ્વીકરણ અને કાનૂની જવાબદારીની મર્યાદાઓને આધીન છે અને તમારા પ્રસ્તુતિકરણ દરમિયાન અમે તમારી પાસેથી જે માહિતી એકત્રિત કરીએ છીએ તે અમારી પ્રાઇવસી પોલિસીને આધીન છે. આ શરતો સેવાની શરતો, કોમ્યુનિટીના નિયમો, પ્રાઇવસી પોલિસી અથવા પ્રસ્તુતિકરણ માર્ગદર્શિકા સાથે વિરોધાભાસી હોય તે હદ સુધી, આ શરતો નિયમન કરશે.
તમે ખાતરી આપો છો કે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની (અથવા તમે જ્યાં રહો છો ત્યાંની વયસ્કતાની ઉંમર) છે અને આ શરતોથી સંમત થવા અને તેનું પાલન કરવા માટે સક્ષમ અને અધિકૃત છો. જો તમે એસેટ સબમિટ કરવા માંગતા હોવ અને તમારી ઉંમર વયસ્કતાથી ઓછી હોય, તો તમારી પાસે તમારા માતા-પિતાની સ્પષ્ટ પરવાનગી હોવી આવશ્યક છે.
જ્યારે તમે એસેટ સબમિટ કરો છો, ત્યારે તમે Snap ગ્રૂપ લિમિટેડને Snapchat એપ્લિકેશનના વપરાશકર્તાઓને તેમના Snaps પર કોઈ ચોક્કસ જગ્યાએ ("જીઓ સરહદ") એસેટ મૂકવા દેવા માટે કહો છો. એસેટ અમારા કોમ્યુનિટીના નિયમો નું પાલન કરવું જોઈએ અને અમારા પ્રસ્તુતિકરણ માર્ગદર્શિકા ને ફોલો કરે તે આવશ્યક છે.
તમે સ્વીકારો છો અને સંમત થાઓ છો કે Snap ગ્રૂપ લિમિટેડ પાસે તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી, એસેટને જીઓ ફિલ્ટર તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવશે કે કેમ અને જો તેમ હોય તો, ક્યારે તે નક્કી કરવાનો અપ્રતિબંધિત અધિકાર છે. અમે અમારી સંપૂર્ણ વિવેકબુદ્ધિથી જીઓ ફેન્સને સમાયોજિત કરી શકીએ છીએ.
તમે Snap ગ્રૂપ લિમિટેડ, Snap Inc. અને તેમના સહયોગીઓને જાહેર જનતા સાથે સંદેશાવ્યવહાર કરવા, આર્કાઇવ, કૉપી, કેશ, એન્કોડ, સ્ટોર, પુનઃઉત્પાદન, રેકોર્ડ, વેચાણ, આંશિક પરવાનો આપવા માટે વિતરણ, પ્રસારણ, પ્રસારણ, સિંક્રનાઇઝ, અનુકૂલન, ફેરફાર, સંશોધિત, સાર્વજનિક રૂપે પ્રદર્શિત, સાર્વજનિક રૂપે પ્રદર્શન, પ્રકાશિત, પુનઃપ્રકાશિત, પ્રચાર, પ્રદર્શન, તેના આધારે વ્યુત્પન્ન કાર્યો બનાવવા અને અન્યથા સેવાઓના સંબંધમાં એસેટનો ઉપયોગ કરવા (સેવાની શરતોમાં વ્યાખ્યાયિત કર્યા મુજબ) અને તેની જાહેરાત, માર્કેટિંગ અને પ્રમોશન, તમામ ફોર્મેટમાં, કોઈપણ માધ્યમો અથવા મીડિયા દ્વારા અથવા હવે જાણીતા અથવા પછીથી વિકસિત, અને હવે જાણીતા અથવા પછીથી વિકસિત કોઈપણ તકનીક અથવા ઉપકરણો સાથે એક વિશિષ્ટ, અનિયંત્રિત, બિનશરતી, અમર્યાદિત, સ્થાનાંતરિત, આંશિક પરવાનો આપવા યોગ્ય, અફર, રોયલ્ટી-મુક્ત, વિશ્વવ્યાપી પરવાનો આપો છો. આ પરવાનામાં Snap ગ્રૂપ લિમિટેડ, Snap Inc., અને તેમના સહયોગીઓ માટે Snapchat વપરાશકર્તાઓને એસેટ ઉપલબ્ધ કરાવવા, Snapchat વપરાશકર્તાઓ વચ્ચે શેર કરવા અને તેમના ઉપકરણોમાં સાચવવાનો અધિકાર શામેલ છે.
તમે સ્વીકારો છો અને સંમત થાઓ છો કે Snapchat વપરાશકર્તાઓ જીઓફિલ્ટરના રન ટાઈમ દરમિયાન અને તેનાથી આગળ જીઓ ફિલ્ટરને સમાવિષ્ટ કરતા Snaps ને સાચવવા, શેર કરવા અને જોવા માટે સક્ષમ હોઈ શકે છે. તમે સ્વીકારો છો કે Snapchat વપરાશકર્તાઓ એસેટનો ઉપયોગ તમારા ધાર્યા સિવાયના હેતુઓ માટે અથવા અન્ય રીતે કરી શકે છે. તમે સંમત થાઓ છો કે આવા ઉપયોગો વપરાશકર્તા દ્વારા જનરેટ કરેલ સામગ્રીની રચના કરે છે જેના માટે ન તો Snap ગ્રૂપ લિમિટેડ કે Snap Inc. કોઈ જવાબદારી ધરાવતું નથી. તમે સંમત થાઓ છો કે Snap ગ્રૂપ લિમિટેડ કે Snap Inc. કોઈપણ વપરાશકર્તા દ્વારા જનરેટ કરેલી સામગ્રીના આધારે અથવા તેના આધારે થતા કોઈપણ દાવા અથવા નુકસાન માટે કાનૂની રીતે જવાબદાર નથી, જેમાં એસેટનો ઉપયોગ કરતી વપરાશકર્તા સામગ્રીનો પણ સમાવેશ થાય છે પરંતુ તે પૂરતું મર્યાદિત નથી, પછી ભલે તે સેવાઓની અંદર હોય કે બહાર.
તમે સંમત થાઓ છો કે Snap ગ્રૂપ લિમિટેડ, Snap Inc. અથવા તેમના સહયોગીઓ તમને અથવા કોઈપણ તૃતીય પક્ષને એસેટ અથવા એસેટના કોઈપણ ઉપયોગ માટે કોઈપણ બદલો અથવા વળતર ચૂકવવાની કોઈ જવાબદારી હેઠળ નથી. આખા વિશ્વમાં એસેટમાં રહેલા તમારા કોઈપણ નૈતિક અધિકારો અથવા સમકક્ષ અધિકારોનો કાયદા દ્વારા અનુમતિપાત્ર હદ સુધી, તમે અફર રીતે ત્યાગ કરો છો-અથવા Snap ગ્રૂપ લિમિટેડ, Snap Inc. અને તેના સહયોગીઓ સામે ત્યાગ કરવાની બિનઅનુમતિપાત્ર હદ સુધી દાવો ન કરવા માટે સંમત થાઓ છો. તમે સંમત થાઓ છો કે Snap ગ્રૂપ લિમિટેડ તેની વિવેકબુદ્ધિથી એસેટનું કદ બદલી શકે છે, તેની પારદર્શિતા સેટ કરી શકે છે અને તેમાં અન્ય ફેરફારો કરી શકે છે.
જો Snap ગ્રૂપ લિમિટેડ એ એસેટને સેવાઓ પર ઉપલબ્ધ કરાવે છે, તો તમે સ્વીકારો છો અને સંમત થાઓ છો કે Snap ગ્રૂપ લિમિટેડ પાસે તમારા દ્વારા સબમિટ કર્યા મુજબ અથવા તમારા Snapchat અકાઉન્ટ સાથે જોડાયેલ છે તે મુજબ તમારું નામ, શહેર, રાજ્ય અને દેશ પોસ્ટ કર્યા સહિતની એસેટને સાર્વજનિક રીતે તમને દર્શાવવાનો અધિકાર છે (પરંતુ કોઈ જવાબદારી નથી).
જ્યારે તમે એસેટ સબમિટ કરશો, ત્યારે અમે તમારા Snapchat અકાઉન્ટ સાથે જોડાયેલા ઇમેઇલ એડ્રેસ પર પ્રસ્તુતિકરણ કન્ફર્મેશન ઇમેઇલ કરીશું. પ્રસ્તુતિકરણ કન્ફર્મેશનનો અર્થ એ નથી કે અમે તમારું પ્રસ્તુતિકરણ મંજૂર કર્યું છે. અમે કોઈપણ કારણસર અને કોઈપણ સમયે તમારા પ્રસ્તુતિકરણને સ્વીકારવાનો અથવા નકારવાનો અધિકાર અનામત રાખીએ છીએ, જેમાં જીઓ ફિલ્ટર ચાલવાનું શરૂ થઈ જાય તે પછીનો પણ સમાવેશ થાય છે. કોઈપણ પ્રસ્તુતિકરણ સ્વીકારતા પહેલા અમને વધારાની ચકાસણી અથવા માહિતીની જરૂર પડી શકે છે.
અમે તમને તમારા પ્રસ્તુતિકરણ અથવા જીઓ ફિલ્ટર વિશે અન્ય ઇમેઇલ્સ મોકલી શકીએ છીએ, જેમાં જીઓ ફિલ્ટરની સ્થિતિ, ફેરફારો, અપડેટ્સ અથવા રદ કરવા વિશેનો સમાવેશ થાય છે. અમે તમને જીઓ ફિલ્ટર સાથેના તમારા અનુભવ વિશે અથવા તમારા પ્રસ્તુતિકરણને લગતા અન્ય સંદેશાવ્યવહાર વિશે ઇમેઇલ પણ મોકલી શકીએ છીએ. એસેટ સબમિટ કરીને તમે Snap ગ્રૂપ લિમિટેડ, Snap Inc અને અમારા સહયોગીઓ પાસેથી આ શરતોમાં વર્ણવેલ ઇમેઇલ સંદેશાવ્યવહાર પ્રાપ્ત કરવાની સંમતિ આપો છો.
તમે સંમતિ આપો છો કે અમે તમને ઇલેક્ટ્રૉનિક રીતે પૂરી પાડીએ તેવી બધી સમજૂતીઓ, નોટિસો, પ્રકટીકરણો અને અન્ય સંવાદો એવી કાનૂની આવશ્યકતાને પૂરી કરતાં હોય કે આવા સંવાદો લેખિતમાં હોવા જોઈએ.
જો જીઓ ફિલ્ટર સેવાઓ પર ઉપલબ્ધ કરાવવામાં આવે, તો અમે તેને Snapchat વપરાશકર્તાઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું જેઓ જીઓ સરહદમાં સ્થિત છે. અમે સંપૂર્ણ ડિલિવરીની બાંહેધરી આપતા નથી, અને અમે બાંહેધરી આપતા નથી કે કોઈપણ Snapchat વપરાશકર્તાઓ જીઓ ફિલ્ટરનો ઉપયોગ કરવાનું પસંદ કરશે. જીઓ સરહદની અંદરના કેટલાક Snapchat વપરાશકર્તાઓ જીઓ ફિલ્ટરને જોઈ શકતા નથી, અને જીઓ સરહદની બહારના કેટલાક લોકો જીઓ ફિલ્ટર જોઈ શકે છે. ડિલિવરીની સચોટતા અમુક અંશે Snapchat વપરાશકર્તાના GPS અથવા Wi-Fi સિગ્નલની તાકાત પર આધારિત છે. સ્થાન સેવાઓ અથવા ફિલ્ટર્સ અક્ષમ કરેલા Snapchat વપરાશકર્તાઓ જીઓ ફિલ્ટર્સ જોઈ શકશે નહીં.
અમે, અમારી સંપૂર્ણ વિવેકબુદ્ધિથી, તમે સબમિટ કરેલા જીઓ ફિલ્ટરના ઉપયોગ વિશે તમારી સાથે માહિતી શેર કરવાનું પસંદ કરી શકીએ છીએ. જ્યાં સુધી અમે તમને લેખિતમાં સ્પષ્ટ પરવાનગી ન આપીએ, ત્યાં સુધી તમે તે માહિતીનો ઉપયોગ વ્યાપારી હેતુઓ માટે કરી શકશો નહીં.
જો તમે સ્વીપસ્ટેક્સ, હરીફાઈ, ઑફર અથવા અન્ય પ્રચાર (દરેક, "પ્રચાર") ના ભાગ રૂપે જીઓ ફિલ્ટર અથવા સેવાઓના કોઈપણ ભાગનો ઉપયોગ કરો છો, તો તે જ્યાં પણ હોય ત્યાં તમારા પ્રચાર જ્યાં ઓફર કરો છો ત્યાં, તેમજ અમારા પ્રચાર નિયમો પર લાગુ થતા તમામ કાયદાઓનું પાલન કરવા માટે તમે સંપૂર્ણપણે જવાબદાર છો. જ્યાં સુધી અમે સ્પષ્ટપણે અન્યથા લેખિતમાં સંમત થઈએ, ત્યાં સુધી Snap ગ્રૂપ લિમિટેડ તમારા પ્રચારના પ્રાયોજક અથવા વ્યવસ્થાપક રહેશે નહીં.
તમે રજૂ કરો છો અને બાંયધરી આપો છો કે (a) એસેટ તમારા માટે અસલ છે અને તેમાં કોઈપણ તૃતીય પક્ષનું નામ, લોગો, ટ્રેડમાર્ક, સેવા ચિહ્ન, છબી અથવા સમાનતા શામેલ નથી અને તમારી પાસે Snap ગ્રૂપ લિમિટેડ, Snap Inc., અને તેમના સહયોગીઓને એસેટનો પરવાનો આપવાના તમામ અધિકારો છે; (b) એસેટ આ શરતો, અમારા કોમ્યુનિટીના નિયમો અથવા અમારા પ્રસ્તુતિકરણ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતી નથી; (c) એસેટ કરતી નથી, અને સેવાઓના સંબંધમાં તેનો ઉપયોગ કોઈપણ પેટન્ટ, કૉપીરાઇટ, ટ્રેડમાર્ક, ગોપનીયતા અથવા પ્રચાર અધિકારો અથવા કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થાના અન્ય કોઈપણ અધિકારોનો ભંગ, ગેરઉપયોગ અથવા ઉલ્લંઘન કરશે નહીં; (d) તમે અન્ય કોઈ વ્યક્તિ અથવા સંસ્થાને એસેટ સોંપી નથી, પરવાનો આપ્યો નથી અથવા અન્યથા ગીરવે રાખેલ નથી; (e) એસેટ કાયદાનું પાલન કરે છે અને 13 અને તેથી વધુ વયના પ્રેક્ષકો માટે યોગ્ય છે; (f) એસેટ કોઈપણ તૃતીય પક્ષને બદનામ કરતી નથી, ધમકાવતી નથી, ઈજા પહોંચાડતી નથી અથવા નુકસાન પહોંચાડતી નથી અથવા તેને ભાવનાત્મક તકલીફ પહોંચાડતી નથી અને તે આવું કરશે નહીં; અને (g) એસેટના સંબંધમાં તમે Snap ગ્રૂપ લિમિટેડને આપેલી કોઈપણ અને બધી માહિતી અને તમારું પ્રસ્તુતિકરણ સચોટ અને સાચું છે. Snap ગ્રૂપ લિમિટેડ એસેટને મંજૂર કરે છે અને તેનો ઉપયોગ કરે છે તેવી ઘટનામાં, આવી મંજૂરી આ શરતોમાં સમાવિષ્ટ તમારી રજૂઆતો અને વોરંટીઓને ઘટાડશે નહીં અથવા ત્યાગ કરશે નહીં.
તમે વધુ રજૂ કરો છો અને બાંયધરી આપો છો (a) કે યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઑફ કોમર્સ બ્યુરો ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ સિક્યુરિટી દ્વારા જાળવવામાં આવેલી કોઈપણ પ્રતિબંધિત પક્ષની સૂચિ, યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરી ઑફ ફોરેન એસેટ કંટ્રોલ ("OFAC") દ્વારા સંચાલિત સ્પેશિયલ ડેઝિગ્નેટેડ નેશનલ્સ લિસ્ટ અને ફોરેન સેંક્શન્સ ઇવેડર્સ લિસ્ટ અને યુ.એસ. દ્વારા જાળવવામાં આવતી નકારાયેલ પક્ષોની સૂચિ, વણચકાસાયેલ સૂચિ અને સંસ્થાની સૂચિ સહિતમાં તમારો સમાવેશ થતો નથી; અને (b) કે તમે એવા કોઈપણ દેશમાં નિવાસી અથવા સ્થિત નથી કે જેની સાથે OFAC અથવા અન્ય લાગુ પ્રતિબંધો દ્વારા વેપાર પ્રતિબંધિત છે.
તમે એ વાત સાથે સહમત થાવ છો કે કાયદા દ્વારા માન્ય હદ સુધી, Snap ગ્રૂપ લિમિટેડ, Snap Inc., અને અમારા સહયોગીઓ, નિયામકો, અધિકારીઓ, શૅરધારકો, કર્મચારીઓ, પરવાનો આપનાર તથા એજન્ટની કોઈપણ અને દરેક પ્રકારની ફરિયાદ, આરોપ, દાવા, નુકસાન, ખોટ, ખર્ચ, જવાબદારીઓ, અને નીચેના કારણે, ઉદ્ભવતા અથવા કોઈપણ રીતે સંબંધિત ખર્ચ (વકીલની ફી સહિત) (a) સેવાઓના સંબંધમાં એસેટના અમારા ઉપયોગ; (b) સેવાઓનો તમારો ઉપયોગ અને સેવાઓના સંબંધમાં તમારી પ્રવૃત્તિઓ; (c) સેવાઓના તમારા ઉપયોગ અથવા સેવાઓના સંબંધમાં તમારી પ્રવૃત્તિઓના સંબંધમાં કોઈપણ કાયદાનું તમારું ઉલ્લંઘન અથવા કથિત ઉલ્લંઘન; (d) કોઈપણ દાવો કે સંપત્તિ કોઈપણ કૉપીરાઈટ, ટ્રેડમાર્ક, ટ્રેડ સિક્રેટ, ડિઝાઈન અધિકાર, ટ્રેડ ડ્રેસ, પેટન્ટ, પ્રચાર, ગોપનીયતા અથવા કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થાના અન્ય અધિકારોનું ઉલ્લંઘન કરે છે, ભંગ કરે છે અથવા ગેરઉપયોગ કરે છે; (e) તમારા દ્વારા કોઈપણ છેતરપિંડી અથવા ખોટી રજૂઆત; અથવા (f) તમારા દ્વારા આ શરતોનું કોઈપણ ઉલ્લંઘન અથવા કથિત ઉલ્લંઘન, જેમાં તમારી રજૂઆતો, વોરંટી અને કાનૂની ફરજના કોઈપણ વાસ્તવિક અથવા કથિત ભંગનો સમાવેશ થાય છે.
તમે સ્વીકારો છો કે એસેટના સંબંધમાં તમે જે કામ કરો છો તે એક સ્વતંત્ર કોન્ટ્રાક્ટર તરીકે કરવામાં આવશે. આ શરતોમાં કંઈપણનું અર્થઘટન તમારી અને Snap ગ્રૂપ લિમિટેડ વચ્ચે સંયુક્ત સાહસ, મુખ્ય-એજન્ટ અથવા રોજગાર સંબંધને સૂચિત કરવા માટે કરવામાં આવશે નહીં.
આ શરતો અમારી સેવાની શરતો ની કાયદાની જોગવાઈઓની પસંદગીની અને અમારી સેવાની શરતો ની વિવાદ ઉકેલની જોગવાઈ દ્વારા સંચાલિત થાય છે.
સમય સમય પર, અમે આ શરતોમાં સુધારાઓ લાવી શકીએ છીએ. તમે ટોચ પર "અમલી" તારીખનો સંદર્ભ લઈને આ શરતો છેલ્લે ક્યારે સુધારી હતી તે નિર્ધારિત કરી શકો છો. જ્યારે અમે અમારી વેબસાઇટ પર અપડેટ કરેલી શરતો પોસ્ટ કરીશું ત્યારે આ શરતોમાં કરેલ કોઈપણ ફેરફારો અમલી બનશે અને તે પછી તમે સબમિટ કરેલી કોઈપણ એસેટ પર લાગુ થશે. આ શરતો અપડેટ થઈ ગયા પછી સબમિટ કરાયેલ એસેટ માટે તમે અપડેટ કરેલી શરતો સાથે સંમત થયા હોવાનું માનવામાં આવશે. જો કોઈપણ સમયે તમે આ શરતોના કોઈપણ ભાગ સાથે સંમત નથી, તો એસેટ સબમિટ કરશો નહીં.
આ શરતો ત્રાહિત પક્ષના લાભાન્વિતના કોઈ અધિકારોનું સર્જન કરતી નથી અથવા આવા અધિકારો પ્રદાન કરતી નથી. જો અમે આ શરતોમાંની કોઈ જોગવાઈનો અમલ ન કરીએ તો તેને ત્યાગ ગણવામાં આવશે નહીં. તમને સ્પષ્ટપણે આપવામાં આવેલ ન હોય એવા બધા અધિકારો અમે સુરક્ષિત રાખીએ છીએ. જો આ શરતોની કોઈપણ જોગવાઈ કોઈપણ કારણોસર અમાન્ય, ગેરકાનૂની, રદબાતલ અથવા સક્ષમ અધિકારક્ષેત્રની અદાલત અથવા લવાદ દ્વારા અમાન્ય માનવામાં આવે છે, તો તે જોગવાઈને આ શરતોમાંથી અલગ કરી શકાય તેવી માનવામાં આવશે, અને જોગવાઈની અમાન્યતા અથવા આ શરતોના બાકીના અમલીકરણ (જે સંપૂર્ણ બળ અને અસરમાં રહેશે) ની માન્યતાને અસર કરશે નહીં. કાયદા દ્વારા માન્ય હોય ત્યાં સુધી, તમે કોઈપણ લાગુ પડતા કાયદેસર અથવા સામાન્ય-કાયદાના અધિકારને છોડી દો છો જે કરારને તેના ડ્રાફ્ટર વિરુદ્ધ અર્થઘટન કરવાની પરવાનગી આપી શકે છે. Snap ગ્રૂપ લિમિટેડ આ શરતો હેઠળ તેના અધિકારો અને કાનૂની ફરજો, સંપૂર્ણ અથવા આંશિક રીતે, કોઈપણ પક્ષને કોઈપણ સમયે કોઈપણ નોટિસ વિના સોંપી શકે છે. આ શરતો તમારા દ્વારા સોંપવામાં આવી ન હોય, અને તમે Snap ગ્રૂપ લિમિટેડની પૂર્વ લેખિત સંમતિ વિના તેમના હેઠળ તમારી ફરજો સોંપી શકતા નથી.